ધબડકો:વડોદરાના કેશવ વર્કેની કાતિલ બોલિંગ સામે ગુજરાતનો ધબડકો

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેશવ વર્કે - Divya Bhaskar
કેશવ વર્કે
  • જી-વન કપ ક્રિકેટ અંડર-16માં વડોદરાના 2 વિકેટે 73 રન

એલેમ્બિક-ટુ ક્રિકેટ મેદાન પર રીલાયન્સ જી-વન કપ અંડર-16ની બે દિવસની મેચના પ્રથમ દિવસેે વડોદરાના ડાબોડી સ્પીનર કેશવ વર્કેની કાતિલ બોલિંગના કારણે ગુજરાત પ્રથમ દાવમાં 179 રનમાં ખખડી ગયું હતું. જવાબમાં વડોદરાએ બે વિકેટે 73 રન બનાવ્યા હતા.મેચ બે દિવસની હોવાથી મુકાબલો રાેમાંચક થાય તેવી સંભાવના છે. એલેમ્બિક મેદાન પર ગુજરાતની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લંચના સમયે ગુજરાતનો સ્કોર ચાર વિકેટે 111 રન થયો હતો.

જો કે ત્યાર બાદ વડોદરાના કેશવ વર્કેની વેધક અને કાતિલ બોલિંગ સામે ગુજરાતનો કોઈ બેટધર ટકી શકયો ન હતો.કેશવે 26.4 ઓવરમાં 12 ઓવર મેઇડન નાંખી હતી અને 52 રનમાં 8 વિકેટો મેળવી હતી. ગુજરાતના 169 રન સામે વડોદરાની પણ નબળી શરૂઆત થઇ હતી પરંતુ રમતના અંતે વડોદરાની ટીમે બે વિકેટે 73 રન બનાવ્યા હતા.સોમવાર મેચનો છેલ્લો દિવસ હોવાથી વડોદરાની ટીમ પ્રથમ દાવમાં સરસાઈ મેળવી મેચ જીતવાનો પ્રયાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...