ફિલ્મ પ્રમોશન:ગુજરાતી ફિલ્મ ‘સાતમ - આઠમ’ સ્ત્રી સશક્તિકરણનો સંદેશો આપશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાતી ફિલ્મ ‘સાતમ-આઠમ’ના કલાકારો ડાબેથી પરિક્ષિત તમાલિયા, શીતલ શાહ અને  ડેનિશા ઘુમરા. - Divya Bhaskar
ગુજરાતી ફિલ્મ ‘સાતમ-આઠમ’ના કલાકારો ડાબેથી પરિક્ષિત તમાલિયા, શીતલ શાહ અને ડેનિશા ઘુમરા.
  • ‘સાતમ-આઠમ’ના પ્રમોશન માટે કલાકારોનું શહેરમાં આગમન

1 જુલાઇએ ગુજરાત અને મુંબઇનાં 150 સિનેમાગૃહોમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ સાતમ-આઠમની સ્ટારકાસ્ટ શનિવારે વડોદરાની મહેમાન બની હતી. દરમિયાન ફિલ્મના ડિરેક્ટર અને એક્ટ્રેસ શીતલ શાહ, એક્ટર પરિક્ષિત તમાલિયા, એક્ટ્રેસ ડેનિશા ઘુમરાએ દિવ્ય ભાસ્કર કાર્યાલયની મુલાકાત પણ લીધી હતી.

સાતમ-આઠમની સ્ટોરી લાઇન વિશે વાત કરતાં શીતલ શાહ કહે છે કે, ફિલ્મ ફેમિલી ડ્રામા, કોમેડી નથી, છતાં ફિલ્મમાં મજા છે અને આગળ શું થશે તેની સતત ઇંતેજારી છે. અમે કહીએ છે કે આ વર્ષે સાતમ-આઠમ પહેલી જુલાઇથી છે અને તેમાં લાગશે દિલની બાજી! ફિલ્મ માણીને નીકળતા લોકો ખુશમિજાજ મૂડમાં જ નીકળશે. શીતલ શાહ અગાઉ હુતુતુ આવી રમતની ઋતુ અને દુનિયાદારીમાં પણ નિદર્શન કરી ચૂક્યાં છે.

સાતમ- આઠમના લીડ એક્ટર પરિક્ષિત તમાલિયા ફિલ્મમાં સોપારી કિલર છે. તે કહે છે કે, મુન્નાભાઇના માઇન્ડમાં હત્યા પણ એક કામ જ છે, છતાં સંવેદનશીલ છે. આ રોલ માટે મેં સ્ક્રીપ્ટને વારંવાર વાંચી છે. મિયામીના ડ્રગ માફિયાના જીવન પર આધારિત ફિલ્મ સ્કારફેસના ટોની મોન્ટાનાના કેટલાક હાવભાવની પ્રેરણા લીધી છે. આ ફિલ્મનું સૌથી સ્ટાઇલિશ, બ્યૂટિફુલ, કોન્ફિડન્ટ અને આર્ટિસ્ટિક કેરેક્ટર વિશાખા છે. જે એક પેઇન્ટર છે.

આ રોલ કરનાર ડેનિશા ઘુમરા કહે છે કે, આ રોલમાં જ નહીં ફિલ્મમાં સ્વીકાર્ય ધોરણ જેવી એકેય બાબત નથી. આ ઉપરાંત પણ સંખ્યાબંધ ખાસિયતો છે જે આધુનિક ગુજરાતી ફિલ્મના દર્શકો ચોક્કસપણે માણશે. સાતમ-આઠમની સ્ટાર કાસ્ટના મતે આ સ્ટોરી લાઇન પર ગુજરાતી ફિલ્મ આવી નથી. આ ફિલ્મમાં મ્યૂઝિક ડિરેક્ટર સહિતના કેટલાક મેમ્બર ફિલ્મફેર એવોર્ડ વિજેતા છે. લાઇમ લાઇટ પ્રોડક્શનની આ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણનો એક મજબૂત સંદેશો આપે છે.

અન્ય સમાચારો પણ છે...