નશામાં ધૂત અભિનેત્રી ભાન ભૂલી:વડોદરામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી નશો કરેલી હાલતમાં ઝડપાઇ, દેશી દારૂના નશામાં સંબંધી સાથે ઝગડો કરી પોલીસ સ્ટેશને પહોંચી હતી

વડોદરા23 દિવસ પહેલા
ફાઇલ તસવીર
  • અભિનેત્રીએ પોલીસ પાસે જઈને સંબંધી પોતાને માર મારશે તેવો ડર હોવાનું જણાવ્યું હતું

ગુજરાતી ફિલ્મમાં કામ કરતી અને શહેરના આજવા રોડ પર રહેતી અભિનેત્રી ગુરુવારે વહેલી સવારે દારૂના નશામાં ફતેગંજમાં રહેતા પોતાના સગાને ત્યાં ઝઘડો કર્યા બાદ સંગમ પાસે પહોંચીને પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પોતાના સંબંધી માર મારશે તેવી બીક હોવાનું જણાવ્યું હતું.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

બ્રેથ એનેલાઈઝરથી પોલીસે તપાસતા અભિનેત્રી નશામાં હોવાનું જણાયું
વારસિયા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન 30 વર્ષિય યુવતીને લઈને ફતેગંજ પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં યુવતીના સગા પણ પહોંચ્યાં હતાં. પોલીસે બંને તરફે અરજી લીધી હતી. દરમિયાન પોલીસને અભિનેત્રી દારૂના નશામાં હોવાનું જણાતાં મહિલા પોલીસની ટીમે બ્રેથ એનેલાઈઝર થકી અભિનેત્રીને તપાસતાં તે દેશી દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

અભિનેત્રી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો
પોલીસે આ યુવતી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી અટકાયત કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર આ યુવતી ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે. જ્યારે 30 સપ્ટેમ્બરના રોજ ફતેગંજ વિસ્તારમાં રહેતા પોતાના સગાના ઘરે જઈને હંગામો પણ મચાવ્યો હતો.