તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Gujarat Energy Joint Coordinating Committee Staged Protests Demanding Cancellation Of Electricity Amendment Bill 2021, Sparked Agitation If The Bill Is Not Canceled

બિલનો વિરોધ:ઇલેક્ટ્રિકસીટી એમેન્ડમેન્ટ બિલ-2021 રદ કરવાની માગ સાથે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિએ દેખાવો કર્યાં, બીલ રદ નહીં થાય તો આંદોલનની ચીમકી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
UGVCLની કચેરી બહાર બિલ રદ કરવાની માગ સાથે દેખાવો-સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા કર્યાં હતા - Divya Bhaskar
UGVCLની કચેરી બહાર બિલ રદ કરવાની માગ સાથે દેખાવો-સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા કર્યાં હતા
  • બિલ રદ કરવાની માગ સાથે UGVCLની કચેરી બહાર સૂત્રોચ્ચારો કર્યાં હતા

લોકસભામાં રજૂ થઇ રહેલા ઇલેક્ટ્રિકસીટી એમેન્ડમેન્ટ બિલ-2021ના વિરોધમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા રેસકોર્સ સર્કલ પાસે UGVCLની કચેરી બહાર બિલ રદ કરવાની માગ સાથે દેખાવો-સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતીએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા બિલ રદ કરવામાં નહીં આવે તો સમિતિ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.

ખાનગીકરણ મુર્દાબાદના બેનર્સ-પોસ્ટર્સ સાથે સૂત્રોચ્ચારો કર્યાં
ઇલેક્ટ્રિકસીટી એમેન્ડમેન્ટ બિલના વિરોધમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ આજે રેસકોર્સ સર્કલ સ્થિત વડી કચેરી ખાતે એકઠા થયા હતા. સરકાર વિરોધી સૂત્રોચ્ચારો તેમજ ખાનગીકરણનું એક જ ધ્યેય નફા માટે મોંઘી વીજળી, અન્યાય વિરૂધ્ધ એક જ અવાજ ખાનગી કરણ બંધ કરો, ગુંડા રાજ આયેગા ભારે વીજ બીલ વસૂલા જાયેગા. જનતાનું હિત જુઓ ઉદ્યોગપતિઓનું નહીં. જનતાનું લોહી ચુસો નહીં, ખાનગી કરણ કરો નહીં. ખાનગીકરણ મુર્દાબાદના બેનર્સ અને પોસ્ટર્સ સાથે દેખાવો-સૂત્રોચ્ચારો કર્યાં હતા. સંકલન સમિતિના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા અને સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા બિલનો વિરોધ કર્યો હતો.

વીજ કંપનીઓ અવાર-નવાર વીજ ટેરીફમાં વધારો કરે છે
ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના સંયોજક ગીરીશ જોષીએ જણાવ્યું હતું કે, છેલ્લા 70 વર્ષથી કર્મચારીઓએ પોતાનું લોહી રેડીને વીજ નેટવર્ક ઉભું કર્યું છે. ઇલેક્ટ્રિકસીટી એમેન્ડમેન્ટ બિલ-2021થી ખાનગી કંપનીઓને ઉર્જા ક્ષેત્રમાં વિશાળ સત્તા-ક્ષેત્ર પૂરું પાડવામાં આવનાર છે. એક્ટ-2003માં સુધારણાના વીજ ક્ષેત્રનું ખાનગી કરવામાં આવશે. ઇલેક્ટ્રિકસીટી એક્ટ-2003નો મુખ્ય હેતુ ગ્રાહકોને સસ્તા દરે વીજળી પૂરી પાડવાનો હતો. પરંતુ, શક્ય બન્યું નથી. ખાનગી વીજ કંપનીઓ દ્વારા અવાર-નવાર વીજ ટેરીફમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

બિલથી ઉદ્યોગપતિઓને જ ફાયદો થવાનો છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નવું બિલ આવશે તો સબસિડી બંધ થઇ જશે. આ બિલથી ઉદ્યોગપતિઓને જ ફાયદો થવાનો છે. જ્યારે ગરીબ, સામાન્ય પ્રજા અને ખેડૂતોને વીજળી વાપરવી મુશ્કેલ થઇ જશે. કર્મચારીઓ દ્વારા કુદરતી કે માનવ સર્જિત આફતો સમયે રાત-દિવસ મહેનત કરીને લોકોને વીજ પુરવઠો મળી રહે તેવા કામો કરી રહ્યા છે. જ્યારે ખાનગી કંપનીઓ દ્વારા મનસ્વી રીતે કામ કરવામાં આવશે. ખાનગી કંપનીઓ દ્વારા નફાકારક શહેરોમાં જ વીજ વિતરણની કામગીરીઓ સંભાળવામાં આવે છે. ગામડાઓમાં જ્યાં આવક ઓછી હોય છે તેમજ લોસ હોય છે તેવા ગામોમાં વીજ વિતરણની કામગીરી સ્વીકારતા નથી. વિવિધ રાજ્યોમાં ખાનગી વીજ ડીસ્ટ્રીબ્યુટર્સ કંપનીઓ વીજ પુરવઠો પુરો પાડવામાં નિષ્ફળ પુરવાર થઇ છે.

બીલ રદ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી
ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતીના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, સંસદમાં લાવવામાં આવેલ ઇલેક્ટ્રિકસીટી એમેન્ડમેન્ટ બિલ-2021 રદ કરવામાં નહીં આવે તો અમારે ન છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...