તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Gujarat Becomes Country's Manufacturing, Automobile And Pharmaceutical Hub, Gujarat's 33% Share In The Country's Pharma Sector: CM Rupani

નિવેદન:ગુજરાત દેશનું મેન્યુફેક્ચરીંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલ હબ બન્યું, દેશના ફાર્મા સેક્ટરમાં ગુજરાતનો 33 ટકા હિસ્સો: CM રૂપાણી

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીએ ડોદરા નજીક કરખડીમાં હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો - Divya Bhaskar
મુખ્યમંત્રીએ ડોદરા નજીક કરખડીમાં હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરાના કરખડીમાં હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો
  • સેક્ટરલ યુનિવર્સિટીઓ શરૂ કરીને ગુજરાતે વિકસતા ઉદ્યોગો માટે જરૂરી કુશળ માનવ સંપદાનો પ્રબંધ કર્યો છેઃCM

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ખાતે અમી લાઈફ સાયન્સિસના હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. વડોદરા ઔષધ ઉદ્યોગનું હબ છે, ત્યારે આ અતિ અધતન સુવિધાથી ઔષધ ઉદ્યોગના વિકાસને વધુ વેગ મળશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલ, ડાયમંડ અને ટેક્સટાઇલ હબ બન્યુ છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિકાસના દરેક ક્ષેત્રમાં નીતિ આધારિત સાતત્ય પૂર્ણ વિકાસ આયોજન કરવામાં આવે છે, જેથી ગુજરાત તકોની ભૂમિ બની છે. પર્યાવરણ સાનુકૂળ વિકાસ એ ગુજરાતની ખાસિયત છે.

ઈન્ડિયન ફાર્માસ્યુટિકલ માર્કેટ વર્લ્ડમાં વોલ્યુમની દૃષ્ટિએ ત્રીજા નંબરે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઈન્ડિયન ફાર્માસ્યુટિકલ માર્કેટ વર્લ્ડમાં વોલ્યુમની દૃષ્ટિએ ત્રીજા નંબરે અને કોસ્ટ મૂલ્યની દૃષ્ટિએ 13માં ક્રમે મોટું માર્કેટ છે. આપણા ફાર્માસ્યુટિકલ ઊદ્યોગે સસ્તી અને ગુણવત્તાયુકત દવાઓ પ્રદાન કરવાની વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવી છે. પીએમ મોદીએ દરેક ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાનું ‘મેક ઇન ઇન્ડિયા'ને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી છે, ત્યારે અમી લાઇફ સાયન્સિસ આ નેમને સાકાર કરતાં 40થી વધુ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇંગ્રેડિયન્ટ તૈયાર કરે છે. યુ.એસ.એ સહિત વિશ્વના અનેક દેશોમાં હેલ્થકેર એક્સપેન્ડીચર ઘટાડવામાં ભારતની જેનેરીક દવાઓનો મહત્વનો ફાળો રહ્યો છે.

દેશના ફાર્મા સેક્ટરમાં ગુજરાતનો 33 ટકા હિસ્સો: CM
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત રોજગારી આપવા સમગ્ર દેશમાં મોખરે છે અને બિનગુજરાતીઓને પણ ગુજરાત મોટા પ્રમાણમાં રોજગારી આપી રહ્યું છે.દેશના ફાર્મા ઊદ્યોગનું માર્કેટ અંદાજે 39 બિલીયન યુ.એસ. ડોલરથી વધુ છે અને તેમાંથી 50 ટકા ઉત્પાદનની વિશ્વમાં નિકાસ થાય છે. દેશના ફાર્મા સેક્ટરનો 33 ટકા હિસ્સો ગુજરાત આપે છે. ગુજરાતને ફાર્માસ્યુટિકલ હબ બનાવવાની પ્રતિબદ્ધતા સાકાર થઇ છે.

સેક્ટરલ યુનિવર્સિટીઓ શરૂ કરીને ગુજરાતે વિકસતા ઉદ્યોગો માટે જરૂરી કુશળ માનવ સંપદાનો પ્રબંધ કર્યો છેઃCM
સેક્ટરલ યુનિવર્સિટીઓ શરૂ કરીને ગુજરાતે વિકસતા ઉદ્યોગો માટે જરૂરી કુશળ માનવ સંપદાનો પ્રબંધ કર્યો છેઃCM

ગુજરાત વિદેશી મૂડીરોકાણ માટેનું ડેસ્ટિનેશન બન્યું
તેઓએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત-આત્મનિર્ભર ગુજરાતનો લક્ષ્યાંક તબીબી ઉપકરણો અને દવા ઊદ્યોગમાં પાર પાડવા રાજકોટ નજીક મેડીકલ ડિવાઇસીસ પાર્ક અને અંકલેશ્વરમાં બલ્ક ડ્રગ પ્રોડકશન પાર્ક ઊભા કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં જી.આઇ.ડી.સી ના માધ્યમથી ઉદ્યોગો માટે આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરી છે જેને પરિણામે ગુજરાત આજે વિદેશી મૂડીરોકાણ માટેનું ડેસ્ટિનેશન બન્યું છે.

ગુજરાતે સેક્ટરલ યુનિવર્સિટીઓ શરૂ કરી
તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના 45 વર્ષના શાસન દરમિઆન ગુજરાતમાં માત્ર નવ યુનિવર્સિટી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક નવી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને પ્રેટોલિયમ, મરીન, ફોરેન્સિક સાયન્સ, રક્ષા શક્તિ જેવી સેક્ટરલ યુનિવર્સિટીઓ શરૂ કરીને ગુજરાતે વિકસતા ઉદ્યોગો માટે જરૂરી કુશળ માનવ સંપદા નો પ્રબંધ કર્યો છે. શોધ યોજના દ્વારા વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે કારકિર્દી નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે.

ગુજરાતના ફાર્મા ઊદ્યોગોએ આગવું પ્રદાન કર્યું
વિશ્વ આખું આજે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે કોરોના જેવા આવા રોગો સહિત કેન્સર, ડાયાબિટીસ, ક્રોનિક અને અસાધ્ય રોગ માટેની દવાઓ આપણા ફાર્માસ્યુટિકલ સેકટરના આર એન્ડ ડીથી દેશ અને દુનિયાને મળી છે. કોરોના સામેની વેક્સિન ગુજરાતના ઝાયડસ કેડિલાએ તૈયાર કરી છે, એનું પણ આપણે ગૌરવ લઇ શકીએ. સદીમાં એકાદવાર જોવા મળતી કોરોના જેવી મહામારી દરમિયાન પણ ગુજરાતના ફાર્મા ઊદ્યોગોએ ફાર્માસ્યુટિકલ પ્રોડ્કશન હબ તરીકે આગવું પ્રદાન કર્યું છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

શોધ યોજના દ્વારા વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે કારકિર્દી નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે
શોધ યોજના દ્વારા વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે કારકિર્દી નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે

ફાર્મા કંપનીઓ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓ માટે રિસોર્સિસ વિકસાવી રહી છે
ગુજરાતમાં વિવિધ ફાર્મા કંપનીઓ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓ માટેના રિસોર્સિસ પણ વિકસાવી રહી છે. આજે હવે એમાં એક વધુ નામ અમી લાઇફ સાયન્સિસનું ઉમેરાયું છે. નવા રોગો અને તેની સામે નવિન દવાઓના ઉત્પાદનમાં વપરાતા મોલેકયુલ્સ ઉપર અમી લાઇફ સાયન્સિસના આજથી કાર્યરત થયેલા આર એન્ડ ડી સેન્ટરમાં થનારું સંશોધન વિશ્વની માનવજાત માટે ઉપયોગી અને જીવનરક્ષક બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. એકમના સી.એમ.ડી. ગિરીશ ચોવટીયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહેમાનોને આવકાર્યા હતા.

2 હજારથી વધુ લોકોને રોજગારી આપવાનું કંપનીનું આયોજન
આ સ્ટેટ ઓફ આર્ટ રિસર્ચ યુનિટ છે તેવી જાણકારી આપતાં કંપનીના સુકાની ગિરીશ ચોવટીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની ભારત સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની ઉદ્યોગો માટે મૈત્રિભરી ઉદ્યોગ નીતિના પ્રોત્સાહનથી ફાર્મા ઉદ્યોગ અભૂતપૂર્વ વિકાસના માર્ગે છે અને રોજગારી, આરોગ્ય રક્ષાની સાથે આત્મનિર્ભર ભારતમાં યોગદાન આપી રહ્યો છે. વડોદરા જિલ્લામાં સાવલીમાં કરખડી કરતાં ચાર ગણી મોટી સુવિધા ઊભી કરી બે હજારથી વધુ લોકોને રોજગારી આપવાનું કંપનીનું આયોજન છે.

1998માં નાના પાયે કંપની શરૂ કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, અમી લાઇફ સાયન્સિસના સ્થાપક ગિરીશ ચોવટીયાએ પરિશ્રમની પરાકાષ્ટાથી આ સિદ્ધિ મેળવી છે. 1998માં નાના પાયે પોતાની સ્વતંત્ર ટ્રેડિંગ કંપની શરૂ કરીને 2002માં એટલે કે 5 જ વર્ષમાં અન્ય કંપની ખરીદીને પ્રોડકશનમાં ઝંપલાવવાની સાહસિકતા તેમની ખૂમારીને ઊજાગર કરે છે. બે હજાર સ્કેવર ફુટમાં શરૂ થયેલી અમી લાઇફ સાયન્સિસ આજે એક લાખ 22 હજાર સ્કેવર મીટરમાં વિસ્તરી છે. ગ્લોબલ ફાર્મા સ્યુટિકલ ક્ષેત્રે રૂ.500 કરોડના ટર્નઓવરથી નામના મેળવીને 1000 જેટલા લોકોને રોજગારી પણ ગિરીશભાઇએ અમી લાઇફ સાયન્સિસથી પૂરી પાડી છે.

વડોદરા ઔષધ ઉદ્યોગનું હબ છે, ત્યારે આ અતિ અધતન સુવિધાથી ઔષધ ઉદ્યોગના વિકાસને વધુ વેગ મળશે
વડોદરા ઔષધ ઉદ્યોગનું હબ છે, ત્યારે આ અતિ અધતન સુવિધાથી ઔષધ ઉદ્યોગના વિકાસને વધુ વેગ મળશે

નર્મદા વિકાસ રાજ્યમંત્રી હાજર રહ્યા
આ પ્રસંગે નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, ધારાસભ્ય મનીષા બેન વકીલ, સીમાબેન મોહિલે, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઇ પટેલ, અગ્રણીઓ, પદાધિકારીઓ, કલેક્ટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સુધીર દેસાઇ, પાદરા વિસ્તારના ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ, એકમના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...