તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોસ્ત ફોર લાઇફ એપ:વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્ય માટે માર્ગદર્શન

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીબીઅેસઇ દ્વારા કોરોનાકાળને ધ્યાનમાં લઇ અેપ બનાવાઇ

સીબીએસઇ દ્વારા વિદ્યાર્થીઓ માટે દોસ્ત ફોર લાઇફએપ લોન્ચ કરી છે જેના માધ્યમથી વિદ્યાર્થીઓ માર્ગદર્શન મેળવી શકશે. હાલમાં કોવિડ ની સ્થિતિમાં વિદ્યાર્થીઓની માનસિક હાલત પર ગંભીર અસર થઇ હોવાથી આ એપના માધ્યમથી કાઉન્સિલરો દ્વારા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે અને તેમાં સુધારો કરવાનો પ્રયત્ન કરાશે.

સીબીએસઇ દ્વારા શરૂ કરવામાં આવેલી એપના માધ્યમથી વિદ્યાર્થીઓને કારકિર્દીને લઈને પણ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ એ પરથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહેશે. વર્તમાન સમયમાં કોરોના ના લીધે વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી છે જેના પગલે સીબીએસસી બોર્ડ દ્વારા એક એપ લોન્ચ કરવામાં આવી છે આ એપ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે.

આ ઉપરાંત આ એપના માધ્યમથી વિદ્યાર્થીઓ કાઉન્સેલર સાથે પણ સીધી વાત કરી શકશે. સીબીએસઇના નિષ્ણાત કાઉન્સિલેર અને પ્રિન્સીપાલ દ્વારા લાઈવ કાઉન્સેલિંગ સેશન રખાશે. આ સાથે ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને આગળ કરિયર માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે. વાર્ષિક કાઉન્સિલિંગ પ્રોગ્રામ પણ શરૂ કરાશ.

સેશન નું આયોજન સપ્તાહમાં ત્રણ દિવસ સોમવાર બુધવાર અને શુક્રવારના રોજ કરાશે જેમાં વિદ્યાર્થીઓ સવારના 9:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી સ્લોટ રહેશે જ્યારે સાંજના સમયે 5:30 વાગ્યે એક સ્લોટ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...