સ્ટેચ્યૂ જોઇને અભિભૂત:કેવડિયામાં 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સના બીજા દિવસે ઓમ બિરલા સહિતના મહેમાનોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળ્યું

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રથમ સત્રની શરૂઆત પહેલાં મહેમાનોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર વંદના કરી હતી - Divya Bhaskar
પ્રથમ સત્રની શરૂઆત પહેલાં મહેમાનોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર વંદના કરી હતી
  • સરદાર પટેલની પ્રતિમા નિહાળીને ભાવ અભિભૂત થયેલા મહેમાનોએ મુલાકાત પોથીમાં નોંધ કરી

કેવડિયા ખાતે ચાલી રહેલી બે દિવસીય 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સમાં ભારતીય પરિષદના મહેમાનોએ આજે પ્રથમ સત્રની શરૂઆત પહેલાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર વંદના કરી હતી. અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની પ્રતિમા નિહાળીને ભાવ અભિભૂત થયેલા મહેમાનોએ મુલાકાત પોથીમાં નોંધ કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે.

સંમેલન અંતર્ગત એક ઘોષણાપત્ર જારી કરવામાં આવશે
આ પ્રસંગે તમામ ઉપસ્થિતો વડાપ્રધાનના નેતૃત્વમાં બંધારણની પ્રસ્તાવના/આમુખનું ઉચ્ચારણ પણ કરશે. આ ઉપરાંત પ્રિસાઇડિંગ ઓફિસર્સ, સચિવો તેમજ સંસદ- વિધાનસભાના અધિકારીઓ બંધારણના મૂલ્યોને વધુ સબળ, સશક્ત તથા જવાબદારીપૂર્વક વહન કરવાનો સંકલ્પ પણ લેશે. આ સંમેલન અંતર્ગત એક ઘોષણાપત્ર જારી કરવામાં આવશે અને બાદમાં તેનું સમાપન થશે. આ સંમેલનની સૌથી મોટી વિશેષતા અને સફળતા એ છે કે, દેશના રાષ્ટ્રપતિ સૌપ્રથમ વખત કોઇ જાહેર કાર્યક્રમમાં આ પ્રકારે સામેલ થઈ રહ્યા છે.

બંધારણ અને મૂળભૂત ફરજોના વિષય પર આધારિત એક પ્રદર્શનનું આયોજન
આ સંમેલન અંતર્ગત કેવડિયામાં બંધારણ અને મૂળભૂત ફરજોના વિષય પર આધારિત એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન સંમેલનની પૂર્ણાહુતિ બાદ સાત દિવસ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. વડાપ્રધાન પણ સૌપ્રથમ વખત આ સંમેલનનો હિસ્સો બની રહ્યા છે. આ પ્રસંગે વિવિધ પ્રિસાઇડિંગ ઓફિસર્સ દ્વારા સ્ટડી-પ્રેઝન્ટેશન રજૂ કરાશે.

ઓમ બિરલા, અધ્યક્ષ, લોકસભા
લોહપુરુષ, દેશની એકતા અને અખંડિતતાના પ્રણેતા, ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા માટે આપણા પ્રેરણાસ્ત્રોત સરદાર પટેલની પ્રતિમા આપણને નવી ઊર્જા અને નેતૃત્વની પ્રેરણા આપે છે. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આપણા નવા ભારતના નિર્માણની સંકલ્પના છે. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમના અભિનવ વિચાર દ્વારા હંમેશા દ્રઢ ઇચ્છામાં આવી નવી ઊર્જા આપતા રહેશે અને આ સ્થળ હંમેશા સંવાદ કરતું રહેશે.

પ્રહલાદ જોષી, કેન્દ્રીય મંત્રી, સંસદીય બાબતો
ભારતના પનોતા પુત્રની સૌથી વિરાટ પ્રતિમા... આ સ્થળની મુલાકાત સરદાર સાહેબના મહાન વ્યક્તિત્વની સમજણને સરળ અને સચોટ બનાવે છે, તેને સાકાર કરનાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની દૂરંદેશી ભરેલી કલ્પના શક્તિને સલામ.

અર્જુન રામ મેઘવાલ, કેન્દ્રીય રાજ્યમંત્રી, સંસદીય બાબતો.
પુષ્પો દ્વારા મહામાનવ સરદાર સાહેબને નમન કરું છું.. આ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનને સમજવાની તક આપે છે.. અહીંની સુંદર વ્યવસ્થાઓ માટે સમગ્ર તંત્રને ધન્યવાદ.

ગ્યાનચંદ ગુપ્તા, અધ્યક્ષ, હરિયાણા વિધાનસભા. આ સ્ટેચ્યુ વિશ્વની આઠમી અજાયબી છે. યુવાનો માટે પ્રેરણાધામ છે આ સ્થળ.

હિતેન્દ્રનાથ ગૌસ્વામી, અધ્યક્ષ, આસામ વિધાનસભા
હું સરદાર પટેલજીને વંદન કરું છું, તેમણે દેશની એકતા અને સેવા માટે જીવન સમર્પિત કર્યું.

રવિન્દ્રનાથ મહાતો, અધ્યક્ષ, ઝારખંડ વિધાનસભા ખૂબ જ સુંદર, મારાં સહસ્ત્ર નમન..

ડો. સી.પી.જોષી, અધ્યક્ષ,રાજસ્થાન વિધાનસભા.
સંવિધાન દિવસ પ્રસંગે મહાપુરુષ સરદાર સાહેબને વંદન. નવી પેઢી તેમના ઉદાત્ત જીવનમાંથી સદૈવ પ્રેરણા લેશે.