તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાળ સમેટાઈ:પ્રશ્નોના ઉકેલની બાંહેધરી, ઇન સર્વિસ તબીબોએ હડતાળ સમેટી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના 180 સહિત રાજ્યના 4 હજાર તબીબો જોડાયા હતા
  • શહેર ભાજપ પ્રમુખે દરમિયાનગીરી કરી બેઠક કરાવતાં શસ્ત્ર મ્યાન

એન્ટ્રી પે, સેવા સળંગ, એનપીએ સહિતના વિવિધની વર્ષો જૂની પડતર માગણીઓના ઉકેલ માટે ગુજરાત ઇનસર્વિસ ડોક્ટર એસોસિયેશનના નેજા હેઠળ તબીબોએ અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. જેમાં શુક્રવારે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહની દરમિયાનગીરી બાદ ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. જેમાં સરકારે 8મી તારીખ સુધીમાં તમામ પ્રશ્નોના નિકાલની ખાતરી આપતાં હડતાળ સમેટાઈ છે.

ગુજરાતમાં ફરજ બજાવતા 4 હજાર જેટલા ઇનસર્વિસ તબીબો શુક્રવારથી તેમના પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા. તેઓના કહેવા પ્રમાણે એન્ટ્રી પે, સેવા સળંગ, એનપીએ તદુપરાંત તબીબો માટેની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા સહિતની મુખ્ય માગોના ઉકેલ સાથે આંદોલન પર ઊતર્યા હતા. તેઓએ અગાઉ કાળી પટ્ટી લગાવી વિરોધ દર્શાવ્યો હતો.

અને ત્યારબાદ પેન ડાઉન કરીને પણ સરકારને ચેતવી હતી. જોકે તેમ છતાં કોઈ માગણી ન સ્વીકારાતાં અંતે શુક્રવારથી વડોદરાના 180 સહિત ગુજરાતના 4 હજાર તબીબોએ અચોક્કસ મુદતની હડતાળનું બ્યૂગલ ફૂંક્યું હતું. જોકે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે હસ્તક્ષેપ કરી બેઠકમાં રજૂઆત કરતાં સરકારે 8મી તારીખ સુધીમાં તમામ મુદ્દાઓને માની લેવાની ખાતરી આપતાં તબીબોએ હડતાળ પાછી ખેંચી હતી.

અન્ય સમાચારો પણ છે...