તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજી:ઠગાઈ કેસમાં ફરાર કૈલાસ જાદવને GSTનું સમન્સ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેનેરા બેંકે પણ ટ્રિબ્યૂનલમાં અરજી કરી
  • 21મીએ પુરાવા સાથે હાજર રહેવા જણાવાયું

એલાઇવ્ઝ જિમના ભાગીદાર કૈલાસ જાદવ સામે ડો.દેવાંગ શાહે કરોડોની ઠગાઈની ફરિયાદ કર્યા ફરાર થઇ ગયેલા કૈલાસ જાદવને જીઅેસટી વિભાગે નોટીસ ફટકારી 21 સપ્ટેમ્બરે દસ્તાવેજી પુરાવા સાથે હાજર રહેવા જણાવ્યું છે.

કૈલાસ જાદવે અને ડોક્ટરે પાર્ટનરશિપમાં એલાઇવ્ઝ જિમ શરૂ કર્યા બાદ કરોડોની છેતરપિંડી કરી હોવાની બાબત સપાટી પર અાવતાં તબીબે ક્રાઇમ બ્રાન્ચમાં કૈલાસ સામે ફરિયાદ નોંધાવતાં તે ફરાર થઇ ગયો હતો. દરમિયાન કેનેરા બેંકમાંથી 54 લાખથી વધુની લોન લેવાઈ હોય રિકવરી માટે બેંકે પણ અમદાવાદ ખાતે ટ્રીબ્યૂનલમાં અરજી કરી છે. દરમિયાન માર્ચમાં જીએસટી વિભાગે એલાઇવ્ઝ જિમ ખાતે સરવે કર્યો હતો. અધિકારીઓએ કેટલાક દસ્તાવેજો પણ કબજે કર્યા હતા અને હવે જીઅેસટી વિભાગે કૈલાસ સામે સમન્સ કાઢીને 21મીએ હાજર રહેવા જણાવ્યું છે.

કૈલાસ સામે ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદમાં શોધખોળ ચાલી રહી છે ત્યારે બીજી તરફ જીએસટી વિભાગે સમન્સ પાઠવ્યું છે. તો અમદાવાદ ખાતે બેંક દ્વારા કરાયેલી ટ્રિબ્યૂનલમાં પણ હાજર રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...