કામગીરી:વડોદરા, સાવલી અને સંખેડાની ઓઇલ મિલ પર GSTના દરોડા

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યભરના 42 વેપારી અને કંપની પર તવાઇ

સીજીએસટી વિભાગે અચાનક બુધવારથી જ રાજ્યભરની 42 વિવિધ વેપારીઓ અને કંપનીઓ પર રાજ્યવ્યાપી દરોડાઓ કર્યાં હતા. આ દરોડાઓમાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની ત્રણ કંપની પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા ગુરુવારે પણ ચાલુ રહ્યાં હતા. વડોદરાના મહુવડ પાટીની પશુઓનો ખોળ-દાણ બનાવતી શ્રીકેશવ મિલ્સ, સંખેડાના કલેડિયાની અન્નપૂર્ણા જિન એન્ડ પ્રેસ પ્રા.લિ. અને સાવલીની નીલપાવન ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ પર સીજીએસટીના અધિકારીઓની ટીમો પહોંચીને હિસાબી ડોક્યુમેન્ટ્સની સઘન તપાસ હાથ ધરવાની શરૂ કરી છે.

સીજીએસટી વિભાગના જણાવ્યા મુજબ હાલમાં હિસાબી ચોપડાઓ તપાસવાની સઘન કામગીરી ચાલુ છે. આગામી સમયમાં આ રાજ્ય વ્યાપી દરોડાઓમાં વેપારીઓ અને કંપનીઓ પાસેથી મોટા પ્રમાણમાં બેહિસાબી નાણું મળી આવે તેવી શક્યતા નકારી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, જીએસટી વિભાગના આ દરોડાને લીધે વડોદરા,સાવલી અને છોટાઉદેપુર પંથકના ઓઇલ મિલોના સંચાલકો અને વેપારીઓમાં ફફડાટ પેસી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...