તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વન્ય જીવોને મુક્ત કરાવવાનું અભિયાન:વડોદરામાં GSPCA અને વન વિભાગે 2 મહિનામાં ઘરમાં ગોંધી રાખેલા પોપટ-કાચબા સહિતના 101 વન્ય જીવોને બચાવ્યા

વડોદરા4 દિવસ પહેલા
વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી 101 વન્ય જીવોને મુક્ત કરાવ્યા
 • ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા અને વન વિભાગે ઘરમાં ગોંધી રાખવામાં આવેલા વન્ય જીવોને મુક્ત કરાવવાનું અભિયાન છેડ્યું

વડોદરા શહેરમાં ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા અને વન વિભાગની ટીમે ઘરમાં ગોંધી રાખવામાં આવેલા વન્ય જીવોને મુક્ત કરાવવાનું અભિયાન છેડ્યું છે. છેલ્લા 2 મહિનામાં 101 વન્યજીવોને મુક્ત કરાવવામાં આવ્યા છે.

વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી 101 વન્ય જીવોને મુક્ત કરાવ્યા
વડોદરા શહેરના આજવા રોડ, કિશનવાડી, બરાનપુરા, કારેલીબાગ, તાંદલજા, તરસાલી, સોમા તળાવ, વાડી, પાણીગેટ અને સિટી વિસ્તારમાં ગેરકાયદે વન્ય જીવોને ઘરમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. રાજ ભાવસાર અને તેમનાં સ્વયંસેવક રમેશભાઈ યાઈસ અને સામાજિક વનીકરણ વિભાગના આર.એફ.ઓ. નિધિ દવેની ટીમ સાથે રાખીને 101 વન્ય જીવોને મુક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા અને વન વિભાગે ઘરમાં ગોંધી રાખવામાં આવેલા વન્ય જીવોને મુક્ત કરાવવાનું અભિયાન છેડ્યું
ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા અને વન વિભાગે ઘરમાં ગોંધી રાખવામાં આવેલા વન્ય જીવોને મુક્ત કરાવવાનું અભિયાન છેડ્યું

24 પહાડી પોપોટ અને 63 શૂડો પોપટને બચાવ્યા
24 પહાડી પોપોટ, 63 શૂડો પોપટ, 7 તુઇ, 3 લાલ મોઢાના મકડા, 2 શિંગાપુરી કાચબા, 1 સ્ટાર કાચબો અને 1 પાણીનો કાચબો બચાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત લાલ મોઢાના માંકડ શિડ્યુલ-2માં આવે છે. પાણીનો કાચબો શિડ્યુલ-1માં આવે છે અને સ્ટાર કાચબો શિડયુ-4માં આવે છે અને આ બધા વન્ય જીવ અધિનિયમ-1972ની વિવિધ કલમો અનુસાર 7 વર્ષની સજા અને 25 હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ અને સજા પાત્ર ગુનો બને છે.

કોઇએ વન્ય જીવોને ગોંધી રાખ્યા હોય તો જાણ કરવા ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાએ લોકોને અપીલ કરી છે
કોઇએ વન્ય જીવોને ગોંધી રાખ્યા હોય તો જાણ કરવા ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાએ લોકોને અપીલ કરી છે

વન્ય જીવોને બચાવવાની સારી કામગીરી કરી
આ બધા વન્ય જીવ સમાજિક વનીકરણ વિભાગના આર.એફ.ઓ. નિધિ દવેને સોંપવામાં આવ્યા છે. અને આગળની તપાસ ચાલુ છે આ બધી કામગીરીમાં સામાજિક વનીકરણ વિભાગના આર.એફ.ઓ. નિધિ દવે અને તેમનાં સ્ટાફમાં જનક પારેખ, ગવતમ તડવી, જયેશ પરમાર અને રશિલાબેન ગનાદિત અને GSPCAએ ખુબ જ વન્ય જીવો બચવવા સારી કામગીરી કરવામાં આવી છે.

24 પહાડી પોપોટ, 63 શૂડો પોપટ, 7 તુઇ, 3 લાલ મોઢાના મકડા, 2 શિંગાપુરી કાચબા, 1 સ્ટાર કાચબો અને 1 પાણીનો કાચબો બચાવવામાં આવ્યો
24 પહાડી પોપોટ, 63 શૂડો પોપટ, 7 તુઇ, 3 લાલ મોઢાના મકડા, 2 શિંગાપુરી કાચબા, 1 સ્ટાર કાચબો અને 1 પાણીનો કાચબો બચાવવામાં આવ્યો

કોઇએ વન્ય જીવોને ગોંધી રાખ્યા હોય તો જાણ કરવા લોકોને અપીલ
GSPCAના રાજ ભાવસારે જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં 101 વન્યજીવોને મુક્ત કરાવ્યા છે. આ વન્ય જીવોને ઘરમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. કોઇએ ઘરમાં વન્ય જીવોને ગોંધી રાખ્યા હોય તો લોકો અમને જાણ કરે તેવી અમારી વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો