તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:ભૂગોળ વિષયને કોર્સમાંથી બાકાત કરાતા જીસેટની ઓફીસેે તાળાબંધી

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ABVPના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરાયા
  • વિષયનો સમાવેશ કરવા યુજીસીને ઇમેલ કરવા ખાત્રી અપાઇ

જીયોગ્રાફી વિષયને જીસેટમાંથી પડતો મૂકવામાં આવતા એબીવીપીએ જીસેટ ઓફિસને તાળાબંધી કરી ને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જીયોગ્રાફી વિષયને જીસેટમાં સમાવેશ કરવા માટે યુજીસીને ઇમેલ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી ભૂગોળ (જીયોગ્રાફી ) વિષય એક બહુવિદ્યાકીય વિષય હોઈ આર્ટ્સ અને સાયન્સ બંને વિદ્યાશાખામાં 1949થી ગુજરાતમાં યુનિવર્સિટી અને કોલેજ કક્ષાએ શીખવવામાં આવે છે. એબીવીપીના અગ્રણી નિશિથ વરિયાની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ જીસેટની વડોદરા ખાતે આવેલી મુખ્ય કચેરીને તાળાબંધી કરીને ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો.

વિદ્યાર્થીઓ દ્વારા હલ્લાબોલનો કાર્યક્રમ કરવામાં આવતા ભારે ઉત્તેજના વ્યાપી ગઇ હતી. વિદ્યાર્થીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા. વિજિલન્સની ટીમ પણ આવી પહોંચી હતી. પરીક્ષા કો-ઓર્ડીનેટરએ જણાવ્યું હતું કે ઉચ્ચશિક્ષણ કમિશનર કચેરીએ ભૂગોળ વિષયમાં કોઈ વેકેન્સી ઉપલબ્ધ ન હોઇ જીસેટ ની પરીક્ષા નહિ લેવાની તેવી માહિતી આપી હતી.

જો કે વિદ્યાર્થીઓના ભારે વિરોધ પ્રદર્શન ના પગલે પરીક્ષા ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 જુલાઈથી વધારીને 31 જુલાઈ કરવામાં આવી હતી અને યુજીસી માં મેઈલ કરીને આ વિષયનો સમાવેશ કરી શકાય તે માટેની બાંહેધરી આપવામાં આવી હતી. ડીસેમ્બર 2019માં જીસેટની પરીક્ષામાં અચાનક કોઈ પ્રકારની જાણ કે સ્પષ્ટતા વિના ભૂગોળ વિષયને પડતો મુકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...