તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્પોરેટર ગેરહાજર:કોંગ્રેસની બેઠકમાં જૂથબંધી 3 કોર્પોરેટર ગેરહાજર રહ્યા

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ પ્રમુખ હાજર હોવા છતાં કારોબારીમાં ન આવ્યા

પાલિકામાં કોંગ્રેસના નેતા બદલાયા બાદ જૂથબંધી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાયેલી કારોબારીની બેઠકમાં હાજર ન રહેતા વિવાદ સર્જાયો હતો.વડોદરા કોંગ્રેસ દ્વારા રવિવારે યોજાયેલી વિસ્તૃત કારોબારી બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરી હોવા છતાં પાલિકામાં ચૂંટાયેલા કોંગ્રેસના સાતમાંથી ત્રણ કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા.ગેરહાજર રહેલા ત્રણેય કોર્પોરેટરો કોંગ્રેસના સૌથી સિનિયર કોર્પોરેટર છે. જેમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવ,પુષ્પા વાઘેલા,અલકાબેન પટેલનો સમાવેશ થાય છે.

મૂળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ના તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખના નિષ્ફળ અને પક્ષપાતી કોંગ્રેસ ગેરવહીવટ સામે વડોદરા શહેર કોંગ્રેસના કેટલાય પીઢ કોંગ્રેસી તેમજ સિનિયર પદાધિકારીઓ પણ ગેરહાજર રહી નારાજગી દેખાડી હોવાનો ગણગણાટ રહ્યો હતો પાછલી પાલિકા સહિતની ચૂંટણીઓ માં સૌથી ખરાબ દેખાવો થયા છે અને છેલ્લા 32 વર્ષથી સતત જીતતા માજી ડેપ્યુટી મેયર પણ પહેલીવાર આ વખતેજ હારી ગયેલા છે.

આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે ચંદ્રકાંત શ્રીવાસ્તવને મોતિયાનું ઓપરેશન હોવાથી તેમણે આગોતરી જાણ કરી હતી, પુષ્પાબેન વાઘેલાએ દિકરાના આરોગ્યના પ્રશ્નો હોવાથી હાજર રહી શકે તેમ નથી તેમ કહ્યું હતું.જોકે અલકાબેન ની ગેરહાજરી અંગે કોઈ જાણ કરાઈ ન હતી.એમ તેમણે ઉમેર્યું હતું.

અહંકારી સરકારના લીધે સ્વજન ખોવા પડ્યા : અમિત ચાવડા
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે કોરોનામાં ગુજરાતમાં બે લાખથી વધુ મૃત્યુ થયા હોવાનો ખુલ્લો આક્ષેપ કરતાં કહ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં મૃત્યુ થયા હોવા છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી અને કોંગ્રેસ દ્વારા મૃત પરિવારના સભ્યોને રૂા.ચાર લાખની સહાય ચુકવવાની વાત મૂકાઈ ત્યારે ભાજપની સરકારે વિરોધ કર્યો હતો, અહંકારી ભાજપ સરકારના લીધે આપણે સ્વજનોને ગુમાવવા પડયા છે

અન્ય સમાચારો પણ છે...