શહેર ભાજપમાં રાજકીય ક્ષેત્રે જૂથબંધી અવારનવાર ચર્ચામાં રહે છે. ત્યારે બીજી તરફ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા છેલ્લા 8 મહિનાથી મન કી બાત કાર્યક્રમ બાદ સમુહ ભોજનનો કાર્યક્રમ અખંડિત રીતે ચાલી રહ્યો છે. જે તેમના આત્મીયતા અને મિત્રતાના પ્રતિક સમાન જણાય છે.
શહેરના 19 વોર્ડમાં ભાજપ દ્વારા 19 વોર્ડ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. 19 વોર્ડ પ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવા તેમના વિસ્તારમાં કાર્યકરોને એકત્ર કરે છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ સાથે જમવા જાય છે. અવારનવાર સંગઠનમાં પણ વિવાદના વિષયો ચર્ચામાં આવે છે પરંતુ આ વોર્ડ પ્રમુખનો છેલ્લા 8 મહિનાથી સમૂહ ભોજનનો કાર્યક્રમ પણ એટલો જ ચર્ચામાં છે.
વાસ્તવિક સંગઠન સમાન વોર્ડ પ્રમુખો પૈકીના નલિન પોથીવાલા એ જણાવ્યું હતું કે અમે તમામ વોર્ડ પ્રમુખો એક મિત્ર ગ્રુપની જેમ રહીએ છીએ અને મન કી બાત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમૂહ ભોજન માટે સાથે જ કોઈ એક સ્થળે ભેગા થઈને શહેરના વિકાસ માટેની પણ ચર્ચાઓ કરીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.