વિવાદ:વાડીમાં જૂથ અથડામણ,લાલુ અંડા સહિતના શખ્સોનો ચાકુ વડે હુમલો

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજપુરાની પોળમાં નજીવી બાબતે મામલો બિચક્યો
  • એક જ કોમનાં​​​​​​​ બંને જૂથો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવાઈ

વાડી રાજપુરાની પોળમાં બુધવારે સાંજે નજીવા મુદ્દે એક કોમના બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. પોલીસે સામસામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. લાલુ અંડા સહિતના શખ્સોએ માર માર્યો હોવાનો આરોપ મહિલાએ નોંધાવ્યો હતો. વારસીયા તળાવ પાસે રહેતાં કરીશ્માબાનુ સાહિલ શેખે પોલીસમાં અયાઝ શેખ, સોહેલ શેખ, ગુલામ શેખ, લાલુ ઉર્ફે અંડા, આસીફ શેખ અને મુનાફ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી કે, સાંજે સાત વાગે તે અને તેના પતિ રાજપુરાની પોળમાં લગ્ન પ્રસંગમાં ગયાં હતાં.

પ્રસંગમાં તેના પતિએ દારૂ પીધો હોવાથી તેઓ તેને ઘેર લઇ જતાં હતાં ત્યારે તેના પતિએ તેને અપશબ્દો બોલતાં ત્યાંથી પસાર થતાં અયાઝને લાગ્યું હતું કે, મહિલાનો પતિ તેને ગાળો આપે છે. જેથી અયાઝે મહિલાના પતિને ગાળો બોલી બે-ત્રણ લાફાઓ મારી દીધા હતા. તે સમયે મહિલાનો જેઠ વસીમ વચ્ચે પડતાં તેને પણ માર મારી ચાકુ વડે ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ લાલુ અંડા સહિતના શખ્સો ધસી આવ્યા હતા અને લાકડીઓ અને પ્લાસ્ટિકની પાઇપ અને ચાકુ વડે હુમલો કરી માર માર્યો હતો.

બીજી તરફ પરવિન શબ્બીર હુસેન શેખે પોલીસમાં સાહિલ શેખ, વસીમ શેખ, આસીફ ઉર્ફે પા, નઝીર શેખ અને જુનેદ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી કે, રાજપુરાની પોળમાં લગ્ન પ્રસંગમાં તે ગયા હતા ત્યારે કરીશ્મા બાનુના પતિ સાહિલે દારૂ પીધેલો હોવાથી તે અને તેની પત્ની અંદરોઅંદર ઝઘડતાં હતાં. તે વખતે તેમના ભત્રીજા અયાઝે સાહિલને બાજુમાં ખસવા જણાવતાં સાહિલે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ વસીમ સહિતના શખ્સોએ પણ આવીને ઝઘડો કર્યો હતો અને હુમલો કરી માર માર્યો હતો. પોલીસે સામ સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...