કોરોનાવાઈરસ:એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફ પીપીઈ કિટથી સજ્જ કરાયો

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઈટમાં મુસાફરોનો આત્મવિશ્વાસ વધતો હોય તેમ જણાય છે. શુક્રવારની ફ્લાઈટમાં વૃદ્ધા સહિત 113 મુસાફરો વડોદરા આવ્યા હતા, જ્યારે 58 મુસાફરો વડોદરાથી દિલ્હી ગયા હતા. એરલાઇન્સ દ્વારા મુસાફરોને મદદ કરવા માટે મુકાયેલા ગ્રાઉન્ડ સ્ટાફને પીપીઈ કિટમાં સજ્જ કરાયો છે. વડોદરા એરપોર્ટ ઉપર શુક્રવારે બેંગ્લોરથી આવેલી ફ્લાઈટમાં 16 મુસાફરો વડોદરા હતા, જ્યારે 58 મુસાફરો બેંગ્લોર ગયા હતા. શુક્રવારે દિલ્હી માટે એકમાત્ર ઈન્ડિગો ફ્લાઈટ કાર્યરત હતી. વ્હીલચેર એટેન્ડન્સના જણાવ્યા મુજબ ફ્લાઈટમાં કોઈને વ્હીલચેરની જરૂર છે, તેવી રિક્વેસ્ટ આવતાં અમે પીપીઈ કિટ પહેરી લઈએ છીઅે. અંદાજે ચારેક કલાક જેટલો સમય કિટ પહેરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...