તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:વડોદરાના આકાશમાં આ ઉત્તરાયણે 'કોરોનાથી બચો, આત્મનિર્ભર બનો'ના લખાણવાળી પતંગો ઉડશે, 2021નું પહેલુ પર્વ ખુશીઓ લાવશે તેવી વેપારીઓને આશા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પતંગ બજાર આ વર્ષે અવનવી પંતગો જોવા મળી રહી છે - Divya Bhaskar
પતંગ બજાર આ વર્ષે અવનવી પંતગો જોવા મળી રહી છે
 • વેપારીઓ કહે છે કે, આ વર્ષે પતંગના ભાવમાં 5થી 10 ટકાનો વધારો થશે
 • પંતગ, દોરા સહિત વિવિધ ચિજવસ્તુઓ મળીને રૂપિયા 5થી 6 કરોડનો વ્યવસાય થશે

કોરોનાની મહામારી વચ્ચે પસાર થયેલા વર્ષ-2020ના વિદાયને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને ત્યાર બાદ વર્ષ-2021નો પ્રારંભ થઇ રહ્યો છે. નવા વર્ષનો પ્રથમ પર્વ ઉત્તરાયણ 14 જાન્યુઆરીએ આવી રહ્યો છે. ઉત્તરાયણના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોરોનાની દહેશત વચ્ચે વડોદરાનું પતંગ બજાર સજ્જ થઇ ગયું છે. આ વર્ષે પતંગ બજારમાં કોરોના અંગે લોકોને જાગૃત કરતા તેમજ ચિની ઉત્પાદકોનો બહિષ્કાર કરો અને આત્મનિર્ભર બનો તેવા સંદેશા આપતા પતંગો સહિત કાગળ અને પ્લાસ્ટિકના પતંગો ગ્રાહકોમાં આગવું આકર્ષણ જમાવી રહી છે.

2021નો પ્રથમ પર્વ ઉત્તરાયણ ખુશીઓ લાવશે તેવી વેપારીઓને આશા
મધ્ય ગુજરાતમાં વડોદરા પતંગો માટે હબ ગણાય છે. વડોદરામાં બનતા પતંગો વડોદરા શહેર-જિલ્લા સહિત આણંદ, નડિયાદ, ભરૂચ, દાહોદ, પંચમહાલ, ખંભાત અને અમદાવાદ સુધી જાય છે. તે જ રીતે ખંભાતના તુક્કલ અને અમદાવાદના અડ્ડા સહિતના પતંગો વડોદરામાં વેચાણ માટે આવે છે. કોરોનાની મહામારી હોવા છતાં, પતંગ બજારના વેપારીઓને આશા છે કે, ભલે 2020ના તહેવારોમાં વેપાર-ધંધા ખરાબ ગયા, પરંતુ, 2021નો પ્રથમ પર્વ ઉત્તરાયણ વેપારીઓમાં ખુશીઓ લાવશે. વડોદરામાં એક જેટલા પરિવારો પતંગો બનાવીને આખું વર્ષ ગુજરાન ચલાવે છે.. ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરાના મુખ્ય પતંગ બજાર ગણાતા માંડવી ગેડીંગેટ રોડ, સંગમ ચાર રસ્તા, રેસકોર્સ સર્કલ, ચોખંડી, કલામંદિરના ખાંચામાં બજારો સજ્જ થઇ ગયા છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં દોરીને માંજનારાઓ પણ જમાવટ કરી દીધી છે.

કોરોના સે બચો..આત્મનિર્ભર બનો...પતંગ આકર્ષણ જમાવશે
કોરોના સે બચો..આત્મનિર્ભર બનો...પતંગ આકર્ષણ જમાવશે

આ વર્ષે કોરોનાના કારણે પતંગો 50 ટકા જ બની છે
વડોદરા પતંગ બજાર એસોસિએશનના મંત્રી અતુલભાઇ છત્રીવાલાએ જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોનાના કારણે પતંગો 50 ટકા જ બની છે. પતંગોનો વેપાર દિવાળી પછી શરૂ થઇ જતો હોય છે, પરંતુ, આ વખતે કોરોનાની મહામારીના કારણે પતંગોનો છેલ્લા 15 દિવસથી શરૂ થયો છે. છેલ્લા 15 દિવસમાં 15થી 20 ટકાનો ધંધો થઇ ગયો છે. આગામી દિવસોમાં પણ વધશે તેવી આશા છે. સંભવતઃ ઉત્તરાયણના દિવસો નજીક આવતા સુધીમાં પતંગો છૂટકમાં મળવી મુશ્કેલ થઇ જશે. પરિણામે પતંગોના ભાવોમાં 5થી 10 ટકાનો વધારો થવાની શક્યતાઓને પણ નકારી શકાય નહીં.

કોરોના સે બચો..આત્મનિર્ભર બનો...પતંગ આકર્ષણ જમાવશે
આ વખતે આવેલી નવી પતંગો અંગે તેમણે જણાવ્યું કે, પતંગ બજારમાં કોરોના અંગે લોકોને જાગૃત કરતી પતંગો આવી છે. નાના-મોટા વેપારીઓ અને ગ્રાહકો દ્વારા પણ કોરોના અંગે જાગૃતિ ફેલાવતા પતંગોની ડિમાન્ડ છે. આ વખતે બજારમાં ચિની ઉત્પાદનનો બહિષ્કાર કરો, અને આત્મ નિર્ભર બનો., કોરોના સે બચો..આત્મનિર્ભર બનો...કોરોના સે બચો...વોશ યોર હેન્ડ...જેવા સંદેશાવાળી પતંગો આવી છે. આ ઉપરાંત પ્લાસ્ટિક અને કાગળની નીત નવી પતંગો આવી છે. આ વર્ષે પણ પંતગ, દોરા સહિત વિવિધ ચિજવસ્તુઓ મળી રૂપિયા 5થી 6 કરોડનો વ્યવસાય થશે.

વડોદરા પતંગ બજાર એસોસિએશનના મંત્રી અતુલભાઇ છત્રીવાલા
વડોદરા પતંગ બજાર એસોસિએશનના મંત્રી અતુલભાઇ છત્રીવાલા

પોલીસની છેલ્લા બે દિવસ કર્ફ્યૂ લગાવવાની વિચારણા
વધુમાં જણાવ્યું હતું કે, એસોસિએશનના સભ્યોની તાજેતરમાં શહેર પોલીસ વિભાગના અધિકારી સાથે મિટીંગ કરી હતી. પોલીસે અમને જણાવ્યું છે, ઉત્તરાયણના બે દિવસ પૂર્વે માંડવી ગેંડીગેટ રોડ, રાવપુરા રોડ, સંગમ ચાર રસ્તા, રેષકોર્સ સર્કલ સહિત વિસ્તારોમાં પતંગો, દોરી, ટોપી, ભૂંગળા સહિત વિવિધ ચિજવસ્તુઓ ખરીદવા માટે ગ્રાહકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અમે વિચારીએ છે કે, 12 અને 13 જાન્યુઆરીના રોજ બે દિવસ કર્ફ્યૂ લગાવી દેવામાં આવે. પોલીસ તંત્રની આ વિચારણા સામે વેપારી એસોસિએશને જણાવ્યું છે કે, બે દિવસ કર્ફ્યૂ લગાવવાના બદલે સાંજે 8 વાગ્યા પછી કર્ફ્યૂ લગાવવામાં આવે તો ગ્રાહકો તે પ્રમાણે પતંગો સહિત વિવિધ ચિજવસ્તુઓ ખરીદવા માટે આવી પહોંચશે. જેથી ગ્રાહકો પણ પોતાની મનપસંદ પતંગો ખરીદી શકશે અને વેપારીઓનો ધંધો પણ થઇ જશે.

પતંગોના જથ્થાબંધ વેપારી હાજી સાજીદભાઇ મેમણ
પતંગોના જથ્થાબંધ વેપારી હાજી સાજીદભાઇ મેમણ

વેપારીઓ સરકારની ગાઇડલાઇનની રાહ જોઇને બેઠા છે
પતંગોના જથ્થાબંધ વેપારી હાજી સાજીદભાઇ મેમણે જણાવ્યું હતું કે, મારી ગેંડીગેટ રોડ ઉપર ન્યુ સરદાર પતંગ સ્ટોર આવેલી છે. આ વખતે કોરોનાની મહામારીના કારણે 50 ટકા જ પતંગો બની છે. પતંગોનો વેપાર દિવાળી પછી શરૂ થઇ જાય છે, પરંતુ, કોરોનાની મહામારીના કારણે ડિસેમ્બરની શરૂઆતથી થયો છે. અને છેલ્લા 15 દિવસમાં બજાર ખુલ્યું છે. આ વખતે પતંગ બજારમાં કોરોનાની જાગૃતિ ફેલાવતો સંદેશા આપતી પતંગો સહિત નિતનવી પતંગો આવી છે. વેપારીઓ સરકારની ગાઇડલાઇનની રાહ જોઇને બેઠા છે. ગાઇડલાઇન આવ્યા બાદ બજારમાં તેજીનો પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. વેપારીઓને આશા છે કે, પતંગ બજાર ઉપર કોરોનાની કોઇ મોટી અસર પડશે નહીં. જોકે, ગ્રાહકોને 5થી 10 ભાવ વધારો ચુકવવા તૈયાર રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો