તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:અહેમદ પટેલનો પાર્થિવદેહ વડોદરાથી અંકલેશ્વર લઈ જવાયો, સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવશે

ભરૂચ2 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
સરદાર પટેલ હોસ્પિટલમાં મૃતદેહને આખી રાત કોલ્ડ રૂમમાં રાખશે - Divya Bhaskar
સરદાર પટેલ હોસ્પિટલમાં મૃતદેહને આખી રાત કોલ્ડ રૂમમાં રાખશે
  • અહેમદ પટેલના મિત્રો, શુભેચ્છકો અને રાજકીય અગ્રણીઓ પિરામણ ગામમાં આવવાની શરૂઆત
  • અહેમદ પટેલના નિધનથી વતન પિરામણ શોકમાં ગરકાવ, લોકોનો જમાવડો થવાનું શરૂ,
  • આજે રાત્રે ચાર્ટર પ્લેન દ્વારા પાર્થિવ વડોદરા લવાશે, અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકવામાં આવશે
  • આવતીકાલે સવારે 10 વાગ્યે તેમના વતન પિરામણ ખાતે દફનવિધિ કરવામાં આવશે
  • આવતીકાલે દફનવિધિને લઇને અંકલેશ્વરના વેપારીઓ સ્વયભૂં બધ પાળશે

કોગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં વતન પિરામણ ગામ શોકમાં ગરકાવ થઇ ગયું હતું. વહેલી સવારથી ધબકતું પિરામણ ગામનું જનજીવન સ્તબ્ધ થઇ ગયું હતું. અહેમદભાઇના નિધનના સમાચાર ગામમાં વાયુવેગે પ્રસરી જતાં ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. ગામના અગ્રણીઓ તેઓના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા અને જરૂરી તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી
વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી

અહેમદ પટેલનો પાર્થિવદેહ અંકલેશ્વર પહોંચ્યો

એરપોર્ટ પર કોંગ્રેસના કાર્યકરોએ શ્રદ્ધાંજલિ આપી
એરપોર્ટ પર કોંગ્રેસના કાર્યકરોએ શ્રદ્ધાંજલિ આપી

અહેમદ પટેલનો પાર્થિવદેહ અંકલેશ્વર લઈ જવામાં આવ્યો છે. ત્યાં સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાતે પાર્થિવદેહને રાખવામાં આવશે. વડોદરા એરપોર્ટ પહોંચ્યો છે. ત્યાં એમ્બ્યુલન્સમાંથી પાર્થિવદેહને બહાર લાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. કોંગ્રેસના અમિત ચાવડા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ સહિતના કાર્યકરો તથા હોદ્દેદારોએ શ્રદ્ધાંજલિ આપી છે. હાલ તેમના પાર્થિવદેહને અંકલેશ્વર લઈ જવા રવાના કરવામાં આવ્યો છે. કોંગ્રેના પીઢ નેતા અહેમદ પટેલની દફન વિધિમાં હાજરી આપવા રાહુલ ગાંધી, અશોક ગેહલોત અને કમલનાથ સહિતના નેતાઓ ગુજરાત આવશે.

રાત્રે સેનેટાઇઝેશનની કામગીરી પણ કરવામાં આવી હતી
રાત્રે સેનેટાઇઝેશનની કામગીરી પણ કરવામાં આવી હતી

ગામના તમામ માર્ગોની સફાઇ કરીને જંતુનાશક દવાનો છંટકાવ કરાયો
પિરામણ ગામના અગ્રણીઓ દ્વારા અહેમદ પટેલના પરિવારને મળવા માટે આવતા લોકો માટે ખુરશીઓ મૂકીને બેસવાની વ્યવસ્થા તેમજ પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આ સાથે પંચાયત દ્વારા ગામના તમામ માર્ગોની સફાઇ કરીને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
અને રાત્રે સેનેટાઇઝેશનની કામગીરી પણ કરવામાં આવી હતી.

મિત્રો, શુભેચ્છકો અને રાજકીય અગ્રણીઓ પિરામણ ગામમાં આવવાની શરૂઆત
બીજી બાજુ જેમ દિવસ પસાર થતો હતો તેમ ગામના હિન્દુ અને મુસ્લિમ લોકો તેમજ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના અહેમદ પટેલના રાજકીય તેમજ બિન રાજકીય મિત્રો, શુભેચ્છકો તેમજ રાજકીય અગ્રણીઓ પિરામણ ગામ આવવાની શરૂઆત થઇ ગઇ હતી. અંકલેશ્વરથી પિરામણ ગામ જવાના રસ્તા ઉપર નાની, મોટી કાર સહિત લક્ઝુરિયસ કારની આવન જાવન શરૂ થઇ ગઇ હતી. આ સાથે પોલીસની ગાડીઓ પણ આવન-જાવન ચાલુ રહી હતી અને અહેદભાઇના કુટુંબના લોકોને મળી સાંત્વના આપી હતી.

આવતીકાલે સવારે 10 વાગ્યે તેમના વતન પિરામણ ખાતે દફનવિધિ કરવામાં આવશે
આવતીકાલે સવારે 10 વાગ્યે તેમના વતન પિરામણ ખાતે દફનવિધિ કરવામાં આવશે

માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સહિતના અગ્રણીઓ પિરામણ પહોંચ્યા
સવારથી સાજ સુધીમાં રાજકીય અગ્રણીઓમાં માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, કદીર પીરઝાદા, પરિમલસિહ રાણા, નાઝુભાઇ ફળવાલા, રાજેન્દ્રસિંહ રણા, ભુપેન્દ્ર જાની, અરવિંદ દોરાવાલા, સંદિપ માગરોલા, સુનિલ પટેલ, ગુલામખા રાઇમા સહિત અગ્રણીઓ આવી પહોંચ્યા હતા.

5 હજારની વસ્તી ધરાવતા પિરામણની દરેક ગલીમાં અહેમદ પટેલના નિધનની ચર્ચા
આશરે 5 હજારની વસ્તી ધરાવતા પિરામણ ગામની દરેક ગલીમાં અહેમદ પટેલના નિધનની ચર્ચા સાથે લોકોમાં દુઃખની લાગણી જોવા મળી હતી. ગામના હરીશભાઈએ જણાવ્યું કે, અહેમદભાઇએ કોઇપણ જાતના ભેદભાવ વિના લોકોની સાથે સંબંધ રાખતા હતા. એતો ઠીક તેમની પાસે કોઈપણ રાજકીય પક્ષનો વ્યક્તિ કામ લઈને જાય તો તે કામ કરી દેતા હતા. તેઓ માત્ર દેશનો નાગરિક જોઇને કામ કરતા હતા.

પિરામણ ગામની બજારો સજ્જડ બંધ રહી હતી
પિરામણ ગામની બજારો સજ્જડ બંધ રહી હતી

અહેમદભાઇ ગામના દરેક વ્યક્તિના હ્રદયમાં આગવું સ્થાન ધરાવે છે
પિરામણ ગામના સમીરભાઇએ જણાવ્યું કે, અહેમદભાઇના નિધનથી દેશને તો મોટી ખોટ પડી જ છે, પરંતુ, સૌથી વધુ ખોટ પિરામણ ગામને પડશે. પિરામણ ગામના લોકો અહેમદભાઇને ક્યારેય ભૂલશે નહીં. અહેમદભાઇ ગામના દરેક વ્યક્તિના હ્રદયમાં આગવું સ્થાન ધરાવે છે.

દફનવિધિ માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ
અહેમદભાઇનો નશ્વર દેહ પિરામણ ગામમાં કાલે સવારે આવવાનો હોવાથી અગ્રણીઓ દ્વારા તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા દફનવિધિ માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ હતી. સાંજથી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આજે રાત્રે ચાર્ટર પ્લેન દ્વારા પાર્થિવ વડોદરા લવાશે, અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકવામાં આવશે
આજે રાત્રે ચાર્ટર પ્લેન દ્વારા પાર્થિવ વડોદરા લવાશે, અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકવામાં આવશે

કોવિડની ગાઇડલાઇનનુ ચુસ્ત પાલન કરવામાં આવ્યું
હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને સ્થાનિક ગ્રામજનો તેમજ મળવા આવતા લોકો દ્વારા કોવિડની ગાઇડલાઇનનુ ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. તમામ લોકો દ્વારા માસ્ક પહેરવામાં આવ્યું હતું. આ સાથે સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser