તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાગીરી:ગ્રીટિંગ કાર્ડ ન છપાવ્યાં પણ 1 લાખનાં 40 હોર્ડિંગ્સ લગાવ્યાં

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોઇ લો આર્થિક રીતે કંગાળ પાલિકાની કરકસરનો નમૂનો!

કરકસરના ભાગરૂપે પાલિકા દિવાળીની શુભેચ્છા આપતા ગ્રીટીંગ કાર્ડ છપાવ્યા નથી પણ તેની સામે જાહેર સ્થળોએ દિવાળીની શુભેચ્છા આપતા 40 મોટા હોર્ડિંગ લગાવી દેતાં ખર્ચો સરભર થઇ ગયો છે. ગત વર્ષે ગ્રીટીંગ કાર્ડ પાછળ 72 હજારનો ખર્ચ કરાયો હતો. જેની સામે અા વર્ષે રૂા. 1 લાખના ખર્ચે હોડિગ્સ લગાવાયા છે. કોરોનાની મહામારી બાદ આવેલા લોકડાઉનમાં સરકારની આવક પર ગંભીર અસર થઈ હતી અને તેના કારણે સરકારે ચાલુ નાણાકીય વર્ષના મોટા ખર્ચા પર બ્રેક મારી છે અને પાલિકાના તંત્રને પણ આવા ખર્ચા નહીં કરવા તેમજ એસી ફર્નિચરની ખરીદી પણ હાલ પૂરતી ટાળવી એવી ખાસ સુચના આપી હતી આર્થિક કટોકટીની સ્થિતિ ઊભી થઈ છે અને તેમાં કરકસર કરવા માટે દિવાળીની શુભેચ્છા આપતા ગ્રીટીંગ કાર્ડ ની છપામણી પણ નહીં કરવાની ખાસ ટકોર કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મેયરના ગ્રીટીંગ કાર્ડ કુરીયર મારફતે મોકલવાનો ખર્ચ લગભગ 14 હજાર રૂપિયાનો થયો હતો ડેપ્યુટી મેયર માટે રૂ.2156 અને વિરોધ પક્ષના નેતા માટે 11 હજાર જેટલો ખર્ચ થયો હતો. જ્યારે કાર્ડ અને કવર માટે લગભગ 56 હજાર નો ખર્ચો અને વિરોધ પક્ષના નેતા માટે રૂ.35400 નો ખર્ચો ગ્રીટીંગ માટે થયો હતો. હાલમાં આવા વેડિંગ કાર્ડ ની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે પાલિકાના સત્તાધીશોએ શહેરમાં જાહેર સ્થળોએ દિવાળીની નગરજનોને શુભેચ્છા આપતા બોર્ડ લગાવ્યા છે અને એક પાછળ લગભગ 2500 રૂપિયા નો ખર્ચો થાય તેવો અંદાજ હાલમાં મૂકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો