વડોદરામાં ચૂંટણી મુદ્દે સ્પષ્ટતા:ગ્રામ પંચાયતો અને સેનેટની 19 ડિસેમ્બરે એક જ દિવસે ચૂંટણી, સેનેટમાં ટચલી આંગણીએ નિશાની કરી હોય તેવા મતદારોને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા દેવાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરળતાથી મત આપી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ રૂરી સૂચના આપી

વડોદરા જિલ્લામાં રવિવારે 19 ડીસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે.આ દિવસે શહેરમાં એમ.એસ.વિશ્વવિદ્યાલય સેનેટની ચૂંટણી માટે પણ મતદાન રાખવામાં આવ્યું છે. બંને ચૂંટણીઓમાં મતદાન કર્યાની નિશાની રૂપે ડાબા હાથની આંગળી પર અવિલોપ્ય શાહીથી નિશાન કરવામાં આવે છે. કેટલાક લોકો આ બંને ચૂંટણીઓ માટે મતદાન કરવાનો અધિકાર ધરાવતા હોય તેવી સંભાવના છે. એટલે એક ચૂંટણીમાં મતદાન કરી લીધું હોય અને આંગળી પર શાહીનું નિશાન હોય તો બીજી ચુંટણીમાં મતદાન કરવામાં મુશ્કેલી કે મુંઝવણ સર્જાવાની શક્યતા છે. જેના અનુસંધાને જિલ્લાના પંચાયત ચૂંટણી તંત્ર દ્વારા પંચાયત ચૂંટણીઓના મતદાન અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

આ અંગે એક યાદી જણાવે છે કે, ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાન કર્યાં બદલ ડાબા હાથની પહેલી આંગળીના પાછળના ભાગે અવિલોપ્ય શાહીથી નિશાન કરવાનો નિયમ છે. જ્યારે એમ.એસ.યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીનું મતદાન કર્યાં અંગેની નિશાની માટે અવીલોપ્ય શાહીથી ડાબા હાથની છેલ્લી (ટચલી) આંગળીએ નિશાની કરવામાં આવનાર છે. જેથી ડાબા હાથની છેલ્લી (ટચલી) આંગળી નિશાની કર્યું હોય તેવા મતદારોને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાન કરવા દેવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...