​​​​​​​ ગામડાંમાં રાત્રી બેઠકોમાં ચૂંટણીના માહોલની ચર્ચા:ગ્રામ પંચાયતની ચૂંટણીનો પ્રચાર બંધ,19મીએ વોટિંગ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાની 329 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે​​​​​​​

વડોદરાની 329ની સાથે રાજ્યની 10,879 ગ્રામ પંચાયતોની 19 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીના 48 કલાક પહેલાં એટલે 17 ડિસેમ્બરથી પ્રચાર પડઘમ શાંત થશે. ચૂંટણીને પગલે ગામડાંમાં રાત્રી બેઠકો અને મતદારોને સાચવી રાખવા ખાણી-પીણીનો પણ બંદોબસ્ત કરાઈ રહ્યો છે. 19 ડિસેમ્બરે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે 21 ડિસેમ્બરે મત ગણતરી યોજાશે.

વડોદરા તાલુકા અને જિલ્લામાં ફાર્મહાઉસ તેમજ ખેતરોમાં ઉંધીયા પાર્ટી, જમણવાર, નજીકના તીર્થધામમાં પ્રવાસથી માંડીને મતદારોને લલચાવવા અનેક પ્રયાસ થઈ રહ્યાં છે. સરપંચના ઉમેદવારો દ્વારા ગામડાના વિકાસ માટે દાવા કરાઈ રહ્યા છે. ઉપરાંત સરકારની યોજના અને તેના લાભ આપવાના વાયદા થઈ રહ્યાં છે. બીજી તરફ ગામડામાં મોડી રાત સુધી કયો ઉમેદવાર યોગ્ય છે,કયા ઉમેદવારને વધુ મત મળશે અને કોને ઓછા સહિતની ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...