વડોદરામાં બાળક ઝૂંટવી લઇને પરિણીતાને સાસરીમાંથી કાઢી મૂકતાં અભયમ પાદરા દ્વારા મધ્યસ્થી કરી સમાધાન કરાવવામા આવ્યું હતું. સાસરીયાએ એક સંતાનની માતા શારદાબેન (નામ બદલ્યું છે)નું બાળક ઝૂંટવી લઈને સાસરીમાથી કાઢી મૂકી હતી. આ અંગે શારદાબેને 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરતા અભયમ રસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી ગઇ હતી અને સાસરીયા સાથે અસરકારક કાઉન્સેલિંગ કરીને બાળક સહિત માતાનું સાસરી સાથેના ઝઘડાનું નિરાકરણ કરવામાં સફ્ળતા મેળવી હતી.
મહિલાએ અભયમની મદદ માંગી
સાવલી તાલુકામાં આવેલા ગામમાં રહેતા શારદાબેનને લગ્નના બે વર્ષ થયા છે. જેઓને 7 માસનું એક સંતાન છે. જેને ઝૂંટવી લઈ સાસરીયાએ ઝઘડો કરીને ઘરમાંથી હાંકી કાઢવામા આવ્યાં હતા. પરિણીતા એકલા સાંજે ગામ અને ઘર છોડવા મજબૂર બન્યા હતા. કોઈ ત્રાહિત વ્યક્તિ થકી 181અભયમ મહિલા હેલ્પ લાઈન વિશે માહિતી મળતાં તેઓએ મદદ માગી હતી.
સાસરીયાને ભૂલ સમજાઇ
181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમની પાદરાએ સ્થળ પર પહોંચીને સાસરી વાળાનું અસરકારક કાઉન્સેલિંગ કરીને આ રીતે પરિણીતાને હેરાન કરવા એ ગુનો બને છે. જેની ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ સજા પણ થઇ શકે છે, જેથી તેઓને પોતાની ભૂલ સમજાઈ હતી અને હવે પછી કોઇપણ પ્રકારની હેરાનગતિ નહી કરે તેવી ખાત્રી આપતા પારિવારીક ઝઘડાનું સમાધાન કરાવવામાં સફળતા મળી હતી. અભયમ ટીમની સમયસર મદદ મળતાં શારદાબેને ખૂશીની લાગણી અનુભવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.