તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બિઝનેસ લોનની લાલચ આપી 2.59 લાખ પડાવ્યા

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 લાખની લોનના બહાને 22% રોકડા ભરવા કહ્યું હતું
  • મહિલાને મારી નાખવાની ધમકી આપતાં 2 સામે ફરિયાદ

દાડીયા બજારની મહિલાને 18 લાખની બિઝનેસ લોન અપાવાનાની લાલચ આપી બે શખ્સે શરૂઆતમાં 22 ટકા રોકડા ભરવા પડશે તેમ જણાવી 2.59 લાખ પડાવી લીધા હતા અને લોન નહી અપાવી છેતરપિંડી કરી હતી. દાંડીયાબજારમાં રહેતા દેવીકાબેન દિપેશ નાયકે પોલીસમાં હરીશ વાટુમલ ધારમાણી અને મહેશ તુલસીદાસ અડવાણી (બિલીપત્ર કોમ્પલેક્ષ, હરણી વારસીયા રીંગ રોડ) સામે વારસીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પતિને વેપાર માટે પૈસાની જરુર હોવાથી બિઝનેસ લોન લેવા માટે 9 માસ પહેલાં હરીશ ધારમાણીની ઓફિસે ગયા હતા.

ત્યાં હરીશ ધારમાણી અને મહેશ અડવાણી મળ્યા હતા અને 18 લાખની બિઝનેસ લોન મળશે તેમ જણાવી શરુઆતમાં લોનની 22 ટકા રકમ રોકડેથી ભરવી પડશે તેમ જણાવતાં મહિલાએ દાગીના ખાનગી ફાયનાન્સમાં ગીરવે મૂક્યા હતા અને પતિએ હરીશ ધારમાણીને અલગ અલગ તારીખે 73 હજાર સહિત કુલ 2.59 લાખ જમા કરાવ્યા હતા.

ત્યારબાદ બંનેએ 15 દિવસમાં બિઝનેસ લોન મળશે તેમ જણાવ્યું હતું. જોકે દોઢ માસ બાદ તેમણે લોન બાબતે પૂછતા બંનેએ સરખો જવાબ આપ્યો ન હતો, જેથી પૈસાની માગણી કરતાં બંનેએ ત્રણ ચેક આપ્યા હતા જે બાઉન્સ થયા હતા.હરીશ ધારમાણીએ મારા ઘેર આવવું નહી જો ફરી વાર આવશો તો જીવતા જવા નહી દઇએ કહી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...