VMCને નોટિસ:વડોદરાની વિશ્વામિત્રી નદીમાં સુએઝના પ્રદૂષિત પાણી ઠાલવવા મુદ્દે GPCBએ વડોદરા મહાનગરપાલિકાને નોટિસ આપી

વડોદરા5 મહિનો પહેલા
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી - Divya Bhaskar
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી
  • આખા વડોદરાના શૌચ-ગટરના પાણી વિશ્વામિત્રીમાં જાય છેઃ રોહિત પ્રજાપતિ

વડોદરામાં વહેતી વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા સુએઝનાં ગંદા પાણીથી પ્રદૂષણ ફેલાતું હોવા અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ આપવામાં આવી છે. તેમજ આ અંગે તાત્કાલિક પગલા ભરવા કહેવામાં આવ્યું છે.

વિશ્વામિત્રીના પાણીમાં ડિઝોવલ્વ ઓક્સિજન લગભગ શૂન્ય છે
વડોદરા શહેરના સામાજીક કાર્યકર રોહિત પ્રજાપતિએ આજે કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રીના ઘાટ પર પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના નવેમ્બર 2021ના રિપોર્ટ પ્રમાણે પુરતા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) પાસે નથી. જે 9 સુએઝ પ્લાન્ટ છે તેમાંથી 7 કાયદા પ્રમાણે કામ નથી કરતા અને લેબોરેટરી સુદ્ધાનો પ્રોબલેમ છે. વિશ્વામિત્રીના પાણીમાં ડિઝોવલ્વ ઓક્સિજન લગભગ શૂન્ય છે. મારા તમે આ સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ આદેશ મુજબ કોર્પોરેશન સામે પ્રતિ સુવિઝ પ્લાન્ટ દંડ થવો જોઇએ. તેમજ ફોજદારી રાહે કાર્યવાહી થવી જોઇએ. આ મામલે GPCB દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ આપવામાં આવી છે.

સામાજીક કાર્યકર રોહિત પ્રજાપતિ
સામાજીક કાર્યકર રોહિત પ્રજાપતિ

પાલિકા સુએઝ ટ્રેટમેન્ટ કરવામાં નિષ્ફળ ગઇ
રોહિત પ્રજાપતિએ ઉમેર્યું હતું કે, આટલા વર્ષો પછી પણ સ્માર્ટ સિટીના દાવા કરતી વડોદરા પાલિકા સુએઝ ટ્રેટમેન્ટ કરવામાં નિષ્ફળ ગઇ છે. ખુલ્લામાં શૌચ કરવાની મનાઇ છે, પરંતુ, આખા વડોદરાના શૌચ-ગટરના પાણી વિશ્વામિત્રીમાં જાય છે. સૌથી મોટો સવાલ તો એ છે કે, નદીમાં ચોમાસા સિવાય પાણી જ ના હોય તો કહેવાયું ટ્રિટેડ સુએઝ કેવી રીતે ઠાલવી શકાય?

આખા વડોદરાના શૌચ-ગટરના પાણી વિશ્વામિત્રીમાં જાય છે
આખા વડોદરાના શૌચ-ગટરના પાણી વિશ્વામિત્રીમાં જાય છે

જીપીસીબીએ નોંધ્યું / પાલિકાએ પ્લાન્ટમાં પાણી કેટલું ચોખ્ખંુ થયું તે માપવા લેબ પણ બનાવી નથી
પાલિકાના અધિકારીઓના પાપે વિશ્વામિત્રીમાં ટ્રીટમેન્ટ થયા વિનાનું જ લોકોની ગટરોનું પાણી પાલિકાની નજર હેઠળ પ્લાન્ટમાંથી ઠલવાય છે. આવા 7 પ્લાન્ટની મશીનરી અને રેકોર્ડ્સની અધિકૃતતા પર સવાલો ઊભા થાય તેવી સ્થિતિ છે. કારણ પાલિકાએ રાજીવનગર અને કપુરાઇ એસટીપી પર ઓનલાઇન મોનિટરિંગની સુવિધા અને પ્રવાહ માપવાની સુવિધા પણ રાખી નથી. એસટીપીમાં આવતું ગંદું પાણી કેટલું ચોખ્ખું થયું છે તે માપવાની લેબોરેટરી પણ પાલિકાએ બનાવી નથી. આ બાબત જીપીસીબીએ પણ પોતાના રિપોર્ટમાં નોધી છે.

પાલિકાને દંડ થાય તો જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલો
નદીમાં છોડાતું પાણી ટ્રીટમેન્ટ ધરાવતું હોય તેની ખાતરી કરવાની જવાબદારી પાલિકાની છે. એનજીટીના ચુકાદા મુજબ એસટીપી નિયત નિયમથી ન ચાલતા હોય તો પાલિકાને લાખોનો દંડ થઇ શકે, જે લોકોના ટેક્સના રૂપિયામાંથી અપાશે. પર્યાવરણ કર્મશીલ નેહા સરવટેએ કહ્યું કે, દંડ પાલિકાને નહીં પણ જે ઇજનેરોની બેદરકારીથી આ સ્થિતિ થઇ છે તેમને કરવો જોઇએ.

જવાબદારો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરો
નદીમાં ઓક્સિજનનું પ્રમાણ જીપીસીબીના રિપોર્ટમાં શૂન્ય આવ્યું છે, જે સ્થિતિની ગંભીરતા બતાવે છે. સુપ્રીમ-એનજીટીના આદેશ મુજબ પાલિકા સામે દરેક એસટીપી દીઠ દંડ થવો જોઇએ, ફોજદારી રાહે કાર્યવાહી કરવી જોઇએ. -રોહિત પ્રજાપતિ, પર્યાવરણ કર્મશીલ

અન્ય સમાચારો પણ છે...