તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની ત્રીજી લહેરની તૈયારી:વડોદરા પાસે ક્રોસરોડ્સ હોસ્પિટલમાં 70 લાખના ખર્ચે વાતાવરણમાંથી હવા શોષીને ઓક્સિજન ઉત્પન્ન કરતાં પ્લાન્ટનું રાજ્યપાલે લોકાર્પણ કર્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાથી બચવા માટેની તકેદારીઓનું પાલન કરવાની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અપીલ કરી હતી - Divya Bhaskar
કોરોનાથી બચવા માટેની તકેદારીઓનું પાલન કરવાની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અપીલ કરી હતી
  • રાજ્ય સરકારે અગમચેતી રૂપે એક લાખ બેડ સહિત જરૂરી વ્યવસ્થાઓ કરી છે: રાજ્યપાલ
  • કોરોનાથી બચવા માટેની તકેદારીઓનું પાલન કરવુ હજી પણ અનિવાર્ય છેઃ રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામ નજીક આવેલી ક્રોસરોડ્સ હોસ્પિટલના પરિસરમાં 70 લાખ રૂપિયાના ખર્ચે સ્થાપિત કરવામાં આવેલા વાતાવરણમાંથી હવા શોષીને પ્રાણવાયુ ઉત્પન્ન કરતાં પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. કોરોના કટોકટીમાં ઓક્સિજનના અવિરત પુરવઠાની ખાત્રી આપતો આ પ્લાન્ટ કિરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સૌજન્યથી સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ઉદ્યોગ સમૂહ દ્વારા કોવિડ સામેની લડતમાં યોગદાન આપવા પાદરા અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં અને વડાપ્રધાનના સંસદીય વિસ્તાર વારાણસીની દીનદયાળ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા જેવા કામો કરવામાં આવ્યા છે. તેના માટે કંપની સામાજિક જવાબદારી અદા કરવા માટેના ભંડોળમાંથી અંદાજે રૂ.પોણા ત્રણ કરોડનો ખર્ચ કરશે.

રાજ્ય સરકારે એક લાખ બેડ સહિત જરૂરી વ્યવસ્થાઓ કરી છે
કોરોનાની લહેર ધીમી પડી છે, પરંતુ, શાંત નથી થઇ, લોકો માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની તકેદારીઓ પૂર્વવત પાળે એવો અનુરોધ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પહેલા ફેઝમાં કોરોનાની સારવાર માટે 40 હજાર બેડની વ્યવસ્થા કરી હતી. હાલમાં એક લાખ બેડ સહિત ઓક્સિજન પ્લાન્ટ, દવાખાનાઓ અને માનવ સંપદાની જરૂરી વ્યવસ્થા કરી છે. તકેદારીરૂપે બાળકોની કોરોનાથી સુરક્ષા માટે જરૂરી તાલીમ આપવામાં આવી છે.

રાજ્ય સરકારે અગમચેતી રૂપે એક લાખ બેડ સહિત જરૂરી વ્યવસ્થાઓ કરી છે: રાજ્યપાલ
રાજ્ય સરકારે અગમચેતી રૂપે એક લાખ બેડ સહિત જરૂરી વ્યવસ્થાઓ કરી છે: રાજ્યપાલ

ઉદ્યોગ ગૃહોએ કોરોના સામેની લડાઇમાં સાધુવાદને પાત્ર યોગદાન આપ્યું
તેમણે જણાવ્યું હતું કે, લોકોએ કોરોના એક ઘાતક અને અજાણી બીમારીરૂપે શરૂ થયો, ત્યારે પ્રધાનમંત્રીના દિશા નિર્દેશોનું પાલન કર્યું હતું. તબીબો, નર્સો, કોરોના ટેસ્ટ કરનારાઓ અને વાહન ચાલકોએ જે રીતે આ કટોકટીમાં માનવ ધર્મનું પાલન કર્યું એ અજોડ છે. સંતો, સમાજસેવીઓ, ધાર્મિક અને સામાજિક તથા સેવા સંસ્થાઓ અને નાગરિક સંગઠનોની સાથે ઉદ્યોગ ગૃહોએ પણ કોરોના સામેની લડાઇમાં સાધુવાદને પાત્ર યોગદાન આપ્યું છે. એમનું ભામાશા કર્તવ્ય ધન્યવાદને પાત્ર છે.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના દિશાનિર્દેશનું પાલન કરીને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરાયો
આ પ્રસંગે રાજ્યપાલે હોસ્પિટલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્લાન્ટ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના દિશાનિર્દેશનું પાલન કરીને સ્થાપિત કરવામાં આવ્યો છે. કિરી ઉદ્યોગ સમૂહે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપીને લોકોની પીડા હરનારી પ્રવૃત્તિ કરી છે. તો ક્રોસરોડ્સ હોસ્પિટલે ગ્રામ વિસ્તારમાં અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું આવકાર્ય કામ કર્યું છે. ઉદ્યોગપતિઓ અને ધનપતિઓ દ્વારા લોકોની વેદના હરનારા આ પ્રકારના કામો સાધુવાદને પાત્ર છે.

કિરી ઉદ્યોગ સમૂહ અને હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ, તબીબો, આરોગ્યકર્મીઓ કાર્યક્રમમાં જોડાયા હતા.
કિરી ઉદ્યોગ સમૂહ અને હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ, તબીબો, આરોગ્યકર્મીઓ કાર્યક્રમમાં જોડાયા હતા.

રાજભવન દ્વારા લોક સહયોગથી કોરોના વોરિયર્સને કીટો અપાઇ
કોરોના સામેની લડાઇમાં ગુજરાતના રાજભવનની ભૂમિકાની વિગતવાર જાણકારી આપતાં તેમણે કહ્યું હતું કે, યુવા અન સ્ટોપેબલ સંસ્થાને સાથે રાખીને રાજભવન દ્વારા લોક સહયોગથી એક લાખ પાયાના કોરોના વોરિયર્સની ઓળખ કરીને તેમને જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ આપવામાં આવી છે. 150 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 5 ઓક્સિજન પ્લાન્ટ જેવી વ્યવસ્થાઓ સરકાર સંચાલિત હોસ્પિટલોમાં કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગના તબીબો અને કર્મયોગીઓની સેવાઓની પ્રશંસા કરી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે સંતો મહંતોની બેઠક પણ યોજી હતી. આ ધર્મ સુકાનીઓએ પણ ભોજન ભંડારા, કોવિડ કેર સેન્ટર, દવા વિતરણ જેવી વ્યવસ્થાઓ દ્વારા વ્યાપક યોગદાન આપ્યું છે. એન.સી.સી.અને રેડક્રોસ જેવી સંસ્થાઓ પણ કોરોના સામે રાહત આપતી પ્રવૃત્તિઓમાં જોડાઈ તેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. આરોગ્ય વિભાગના તબીબો અને કર્મયોગીઓની સેવાઓની તેમણે પ્રશંસા કરી હતી.

ક્રોસરોડ્સ હોસ્પિટલે ગ્રામ વિસ્તારમાં અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું આવકાર્ય કામ કર્યું છે
ક્રોસરોડ્સ હોસ્પિટલે ગ્રામ વિસ્તારમાં અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું આવકાર્ય કામ કર્યું છે

હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ, તબીબો, આરોગ્યકર્મીઓ કાર્યક્રમમાં જોડાયા
આ પ્રસંગે ક્રોસરોડ્સ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.અમરનાથ ગુપ્તાએ રાજ્યપાલના આચાર્ય, શિક્ષણશાસ્ત્રી સહિતની બહુઆયામી વ્યક્તિત્વનો પરિચય આપવાની સાથે સહુને આવકાર્યા હતા. હોસ્પિટલના એમ.ડી.નયના પટેલે રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું. સખાવતી કિરી ઉદ્યોગ સમૂહના એમ.ડી.મનીષ કિરીને રાજ્યપાલે જન સેવાની પહેલો માટે ખાસ બિરદાવ્યા હતા. જિલ્લા કલેકટર આર.બી.બારડ અને કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારી ચૌધરીએ રાજ્યપાલને કાર્યક્રમ સ્થળે આવકાર્યા હતા. કિરી ઉદ્યોગ સમૂહ અને હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ, તબીબો, આરોગ્યકર્મીઓ કાર્યક્રમમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...