તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી છૂટછાટો શરૂ:વડોદરામાં સરકારી-અર્ધ સરકારી કચેરીઓ ધમધમી ઉઠી, નાગરિક સુવિધા કેન્દ્રોમાં પર લોકોની ભીડ જામી, અંધાધૂધી રોકવા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
નાગરિક સુવિધા કેન્દ્રો ઉપર પોલીસ બંદોબસ્ત મૂકવામાં રાખવામાં આવ્યો હતો - Divya Bhaskar
નાગરિક સુવિધા કેન્દ્રો ઉપર પોલીસ બંદોબસ્ત મૂકવામાં રાખવામાં આવ્યો હતો
  • સરકારી અને અર્ધ સરકારી ઓફિસોમાં કામ માટે આવતા નાગરિકો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા કરાઇ

કોરોનાની મહામારીના સંક્રમણને અટકાવવા માટે છેલ્લા બે માસથી બંધ કરવામાં આવી હતી. આજથી તમામ નાગરિક સુવિધા કેન્દ્રો કાર્યરત થતાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, આવકના દાખલા સહિત વિવિધ અટવાયેલી કામગીરી માટે નાગરીકોનો નર્મદા ભવન સ્થિત નાગરીક સુવિધા કેન્દ્રો ભારે ધસારો રહ્યો હતો. નાગરિક સુવિધા કેન્દ્રો ઉપર સોશ્યલ ડિસ્ટન જળવાઇ રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આમ છતાં, કેન્દ્રો ઉપર પોલીસ બંદોબસ્ત મૂકવામાં રાખવામાં આવ્યો હતો.

સરકારી-અર્ધ સરકારી કચેરીઓમાં 100 ટકા હાજરી સાથે ધમધમી ઉઠી
કોરોનાની બીજી લહેર ઘાતક બનતા સરકાર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકારી-અર્ધ સરકારી કચેરીઓમાં 50 ટકા સ્ટાફ કરી દીધો હતો. તે સાથે જન સેવા કેન્દ્રો ઉપર થતા ધસારાને ધ્યાનમાં લઇને જન સેવા કેન્દ્રોની કામગીરી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી હતી. પરિણામે નાગરિકોના રેશન કાર્ડ, આધાર કાર્ડ, આવકના દાખલા સહિતના વિવિધ કામો અટવાઇ ગયા હતા. કોરોનાનો વેવ ઓછો થતાં આજથી તમામ સરકારી-અર્ધ સરકારી કચેરીઓમાં 100 ટકા હાજરી સાથે ધમધમી ઉઠી હતી.

નાગરીકોનો નર્મદા ભવન સ્થિત નાગરીક સુવિધા કેન્દ્રો ભારે ધસારો રહ્યો
નાગરીકોનો નર્મદા ભવન સ્થિત નાગરીક સુવિધા કેન્દ્રો ભારે ધસારો રહ્યો

લોકોએ આવક અને જ્ઞાતીના દાખવા કઢાવવા માટે લોકોએ ભારે ધસારો કર્યો
જન સેવા સેન્દ્રો પણ શરૂ થતાં નર્મદા ભવન ખાતે આવેલા જન સેવા કેન્દ્ર ઉપર પ્રથમ દિવસે જ લોકોનો ભારે ધસારો રહ્યો હતો. જોકે, તંત્ર દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે નાગરીકો માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ કરીને આજે આવકના દાખલા અને જ્ઞાતીના દાખવા કઢાવવા માટે લોકોએ ભારે ધસારો કર્યો હતો.

નાગરિક સુવિધા કેન્દ્રો ઉપર સોશ્યલ ડિસ્ટન જળવાઇ રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
નાગરિક સુવિધા કેન્દ્રો ઉપર સોશ્યલ ડિસ્ટન જળવાઇ રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તંત્રએ સારી સુવિધા કરી છે
વડોદરાના તરસાલીમાં રહેતા સુમિત્રાબહેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મારા પુત્ર ધોરણ-12 હતો. માસ પ્રમોશન મળતા તેના વધુ અભ્યાસ માટે આવકનો દાખલો અને જ્ઞાતિનો દાખલો કઢાવવા માટે આવી છું. હું સવારે 10 વાગે જન સેવા કેન્દ્ર ઉપર આવી ગઇ છું. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા સારી સુવિધા કરવામાં આવી છે. હું ઇચ્છુ છુ કે, દાખલો કઢાવવા માટે મને મુશ્કેલી ન પડે અને સરળતાથી દાખલા નીકળી શકે.

આજથી તમામ સરકારી-અર્ધ સરકારી કચેરીઓમાં 100 ટકા હાજરી સાથે ધમધમી ઉઠી હતી
આજથી તમામ સરકારી-અર્ધ સરકારી કચેરીઓમાં 100 ટકા હાજરી સાથે ધમધમી ઉઠી હતી

અંધાધૂધી રોકવા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
નર્મદા ભવન સ્થિત જન સેવા કેન્દ્ર શરૂ થતાંની સાથે જ એજન્ટોએ પણ જમાવટ કરી લીધી હતી. કેટલાક એજન્ટો દ્વારા લાઇનમાં ઉભા રહેલા લોકોનો સંપર્ક કરીને કામગીરી કરી આપવા માટે સમજાવી રહ્યા હતા. કેટલાક લોકોએ એજન્ટો ઉપર વિશ્વાસ મૂકીને કામ સોંપી રવાના થઇ ગયા હતા. તો કેટલાંક લોકો પોતાનું કામ પતાવવા માટે લાઇનોમાં ઉભા રહ્યા હતા. સુવિધા કેન્દ્રો ઉપર કોઇ અંધાધૂંધી ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સરકારી અને અર્ધ સરકારી ઓફિસોમાં કામ માટે આવતા નાગરિકો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા કરાઇ
સરકારી અને અર્ધ સરકારી ઓફિસોમાં કામ માટે આવતા નાગરિકો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા કરાઇ

ઓફિસોમાં કામ માટે આવતા નાગરિકો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા કરાઇ
બે માસ બાદ નાગરિક સુવિધા કેન્દ્રો અને સરકારી-અર્ધસરકારી કચેરીઓ સો ટકા સ્ટાફ સાથે કાર્યરત થતાં ઓફિસોમાં વિવિધ કામો માટે આવતા નાગરિકોની ચહલ-પહલ શરૂ થઇ ગઇ હતી. સરકારી અને અર્ધ સરકારી ઓફિસો ધમધમી ઉઠી હતી. સરકારી-અર્ધ સરકારી કેટલીક ઓફિસોમાં કામ માટે આવતા નાગરિકો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો કેટલીક ઓફિસોમાં કોઇ સુવિધા કરવામાં આવી ન હતી. નાગરિકો માસ્ક પહેરીને આવે તે માટેની ખાસ તકેદારી સરકારી-અર્ધ સરકારી ઓફિસોમાં રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...