તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Government School Teachers In Vadodara Teach 5500 Poor Students At Home, In An Effort To Ensure That Children Are Not Deprived Of Education Due To Lack Of Mobiles

નવતર અભિગમ:વડોદરામાં સરકારી શાળાઓના શિક્ષકો 5500 ગરીબ વિદ્યાર્થીને ઘરે ઘરે જઇને ભણાવે છે, મોબાઇલના અભાવે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટેનો પ્રયાસ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ગરીબ બાળકોને શાળાના શિક્ષકો તેઓના વિસ્તારમાં જઇને ઓફલાઇન શિક્ષણ આપી રહ્યા છે - Divya Bhaskar
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ગરીબ બાળકોને શાળાના શિક્ષકો તેઓના વિસ્તારમાં જઇને ઓફલાઇન શિક્ષણ આપી રહ્યા છે
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવતર અભિગમથી ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓ શિક્ષણનો લાભ લઇ રહ્યા છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ગરીબ બાળકોને શાળાના શિક્ષકો તેઓના વિસ્તારમાં જઇને ઓફલાઇન શિક્ષણ આપી રહ્યા છે. કોરોના મહામારીના કારણે હાલ ઓફલાઈન શિક્ષણ બંધ હોવાથી તેમજ ગરીબ બાળકો પાસે ઓનલાઇન શિક્ષણ મેળવવા માટે જરૂરી મોબાઇલ ફોનની સુવિધા ન હોવાથી સમિતિ દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે.

નવતર અભિગમથી વિદ્યાર્થીઓ પણ શિક્ષણનો લાભ લઇ રહ્યા છે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ બંધ છે. આ શાળાઓમાં અભ્યાસ કરતાં ગરીબ પરિવારના બાળકોને પણ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ, ગરીબ બાળકો પાસે મોબાઈલ ફોનની સુવિધા ન હોવાથી તેઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતા નથી. આ બાળકો શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા બાળકોના વિસ્તારમાં જઇને ઓફલાઇન શિક્ષણ આપી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આ નવતર અભિગમથી ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓ પણ શિક્ષણનો લાભ લઇ રહ્યા છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવતર અભિગમથી ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓ શિક્ષણનો લાભ લઇ રહ્યા છે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવતર અભિગમથી ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓ શિક્ષણનો લાભ લઇ રહ્યા છે

ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલો પુસ્તકો તેમજ નોટબુકો પુરી પાડે છે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્ધારા અપનાવવામાં આવેલા આ નવતર અભિગમને લોકો દ્વારા પણ આવકારવામાં આવી રહ્યો છે. ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા પુસ્તકો તેમજ નોટબુકો પુરી પાડવામાં આવી રહી છે. ગરીબ વિસ્તારમાં જઇને ગરીબ બાળકોને શિક્ષણ આપી રહેલા શિક્ષકો જે તે વિસ્તારમાં પહોંચે તે પહેલા જ વિદ્યાર્થીઓ પણ નિર્ધારિત જે તે સ્થળે પહોંચી જાય છે અને શિક્ષકો દ્વારા આપવામાં આવી રહેલા શિક્ષણનો લાભ મેળવી રહ્યા છે.

5500 જેટલા વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓફલાઇન અભ્યાસ કરે છે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 120 શાળાઓ આવેલી છે. જેમાં ધોરણ 1થી 8ના 26,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ પૈકી 5500 જેટલા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન શિક્ષણ મેળવવા માટે જરૂરી મોબાઇલ ફોનની સુવિધા ન હોવાથી શિક્ષણ સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓના વિસ્તારોમાં જઈને શિક્ષણ આપી રહ્યા છે.

મોબાઇલના અભાવે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટેનો પ્રયાસ
મોબાઇલના અભાવે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટેનો પ્રયાસ

બાળકો હોંશે હોંશે અભ્યાસ કરે છે
શિક્ષકોએ જણાવ્યું હતું કે, ગરીબ બાળકો શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો હોંશે હોંશે અભ્યાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...