ક્રાઇમ:લગ્નની લાલચે સરકારી અધિકારીના પુત્રનું લઘુમતી કોમની યુવતી પર દુષ્કર્મ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પીડિત યુવતી - Divya Bhaskar
પીડિત યુવતી
  • ફરિયાદ નોંધાવવા પીડિતાના પોલીસ સ્ટેશનના ધક્કા, 2 વાર ગર્ભપાત કરાવ્યો
  • 4 વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર​​​​​​​ યુવક કેનેડા ભાગવાની ફિરાકમાં હોવાનો આક્ષેપ

શહેરના સંવેદનશીલ વિસ્તારમાં રહેતી લઘુમતી કોમની યુવતીને લગ્નની લાલચ આપી મરજી વિરુદ્ધ અનેકવાર શારીરિક સંબંધ બાંધી તરછોડી દેવાઈ હતી. આ અંગેની ફરિયાદ લઈ પીડિતા જુદાં જુદાં પોલીસ મથકો પર ભટકી રહી છે. ગોધરા ખાતે ઉચ્ચ સરકારી અધિકારીનો પુત્ર આરોપી હોવાથી કોઈ ફરિયાદ લેવા તૈયાર ન હોવાનો આરોપ ભોગ બનેલ યુવતીએ લગાવ્યો છે. યુવક હાલ કેનેડા ભાગી જવાની તૈયારી કરતો હોવાનું પીડિતાએ જણાવ્યું છે.

ભાયલી ખાતે કંપનીમાં નોકરી કરતી 20 વર્ષિય યુવતીએ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, 4 વર્ષ પહેલાં મિત્રો દ્વારા તેની ઓળખાણ એક યુવક સાથે થઈ હતી અને એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. તે સમયે પીડિતાની ઉંમર 16 વર્ષની હતી. પોતાનાથી 8 વર્ષ મોટા યુવકે પીડિતા સાથે મિત્રતા આગળ વધારી લગ્ન કરવાનું વચન આપી તેને પ્રેમજાળમાં ફસાવી હતી.પ્રેમ સંબંધ બંધાયા બાદ યુવક પીડિતાને વારંવાર મળવા માટે બોલાવતો હતો. શરૂઆત જાહેર સ્થળો પર મળ્યા બાદ પીડિતાને નિઝામપુરાના ફ્લેટ પર બોલાવી હતી.

એકાંત હોવા છતાં યુવક પર ભરોસો મૂકી ગયેલી પીડિતાને બપોરના સમયે ઠંડા પીણામાં કેફી પદાર્થ નાખી પીવડાવી દેતાં તેને ચક્કર આવ્યા હતા અને અર્ધબેભાન થઈ ગઈ હતી, જેનો લાભ ઉઠાવી યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું.એક કલાક બાદ પીડિતા ભાનમાં આવતા યુવકને પૂછતાં ધમકી આપી હતી અને મેં તારા નગ્ન ફોટા- વીડિયો મોબાઈલમાં ઉતારી લીધા હોવાનું જણાવી વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના કારણે પીડિતા બે વાર ગર્ભવતી પણ બની હતી.

યુવકને જાણ થતાં લગ્ન કરવાનું પણ વચન આપ્યું હતું અને બંનેવાર ગર્ભપાત કરાવ્યો હતો અને એક જ ફ્લેટમાં રહેવાનું શરૂ કર્યું હતું. 4 વર્ષ સુધી સંબંધ બાંધ્યા બાદ યુવકને બીજી યુવતી સાથે સંબંધ બંધાતાં પીડિતાને તરછોડી હતી. યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું જણાવતાં યુવક કેનેડા ભાગી જવાની પેરવી કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ અંગે યુવકનું મંતવ્ય જાણવા સંપર્ક કરાતા થઇ શક્યો ન હતો.

પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓને ટ્વિટ કરી પીડિતાએ ન્યાયની અરજ કરી
16 વર્ષથી 20 વર્ષની ઉંમર વચ્ચે યુવકની ધમકીથી ડરી શારીરિક શોષણ છતાં ચૂપ રહેલી પીડિતાએ તાલુકા પોલીસ, ગોધરા પોલીસ મથક, ફતેગંજ પોલીસ સ્ટેશન અને શી ટીમ પાસે જઈ યુવકે કરેલા કૃત્યો સામે ફરિયાદની માગ કરી હતી. જે ન નોંધાતાં યુવકના પિતા ગોધરામાં ઉચ્ચ અધિકારી હોવાથી આમ થતું હોવાનું જણાવી યુવક કેનેડા ભાગે એ પહેલાં પોલીસ વડાથી ઉચ્ચ અધિકારીઓને ટ્વિટ કરી ન્યાયની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...