મંજૂરી:બિલ-ભાયલી સહિત 4 ડ્રાફટ TP સ્કીમને સરકારની મંજૂરી

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બગીચા અને રમતના મેદાન ઉપરાંત આવાસો માટે જગ્યા મળશે

રાજ્યના શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવવાના હેતુથી મુખ્યમંત્રીએ અમદાવાદ અને વડોદરાની કુલ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલમાં આવતા બાગબગીચા, રમતગમત મેદાન વગેરે માટે કુલ 61.52 હેક્ટર્સ અને જાહેર સુવિધા માટે 52.89 હેક્ટર્સ તથા વેચાણ માટે 111.99 હેક્ટર્સ જમીન મળશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરાની 4 ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમને બુધવારે મંજૂરી આપી છે. જે ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 27/બી(બીલ), ટી.પી. સ્કીમ નં. 27/સી(ચાપડ), ટી.પી. સ્કીમ નં. 24/બી(ભાયલી-ગોકુલપુરા-રાયપુરા) તથા ટી.પી. સ્કીમ નં. 42(કોયલી)નો સમાવેશ થાય છે.

આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 1 પ્રીલિમિનરી ટી.પી. સ્કીમ અને વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની 4 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ મળી કુલ 5 ટી.પી. સ્કીમમાં 51.84 હેકટર્સ જમીન સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ, 61.52 હેકટર્સ જમીન બાગબગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે ઉપરાંત 52.89 હેકટર્સ જમીન જાહેર સુવિધા માટે પ્રાપ્ત થશે. આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે કુલ આશરે 111.90 હેક્ટર્સ જમીન મળશે. અંદાજે કુલ 46,400 ઈ.ડબ્લ્યુ.એસ. આવાસો બની શકશે.

અન્ય સમાચારો પણ છે...