તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સરકારી અને ખાનગી ઓફિસો આજથી 100 % કર્મી સાથે શરૂ

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર-જિલ્લાની 700 સ્કૂલોમાં સત્ર શરૂ થશે
  • કોવિડની ગાઈડલાઈનનું પાલન જરૂરી રહેશે

કોરોના ઘટતાં સરકારે 7 જૂનથી પાલિકા સહિત સરકારી અને ખાનગી ઓફિસોમાં 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે. જેના પગલે સોમવારથી જન સેવા કેન્દ્રો ખૂલતાં અરજદારોના અટલાયેલા કામોનો નિકાલ થશે. જોકે 100 ટકા હાજરી સાથે પણ ગાઈડલાઈનનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ તંત્ર પગલા પણ લેશે. સોમવારથી ખાનગી ઓફિસો પણ 100 ટકા હાજરી સાથે કાર્યરત થશે.

જેથી સવારે ઓફિસ જતા અને ઓફિસથી છુટી ઘરે આવતા લોકો રસ્તાઓ પર નિકળતા વિવિધ જગ્યા પર ટ્રાફિક જામ સર્જાશે. ઉપરાંત ઓફિસમાં દરેક કર્મચારી માસ્ક પહેરી રાખે તેમજ સોશીયલ ડિસ્ટન્સ જળવાય તેવી બેઠક વ્યવસ્થા પણ કરવાની રહેશે. બીજી તરફ કોરાનાકાળમાં સતત બીજા વર્ષે 7 જૂનથી શહેર-જિલ્લાની 700 સ્કૂલોમાં નવા સત્રની શરૂઆત થશે. જેમાં 5.50 જેટલા લાખ વિદ્યાર્થી ફરી કમ્પ્યૂટર, મોબાઇલ, ટેબ્લેટ ક્લાસરૂમની જિંદગી શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...