વીજકાપ:વડોદરામાં સોમવારે ગોત્રીના ગેરી ફિડર અને બુધવારે ટી.બી. હોસ્પિટલ ફિડર અને ગોરવાના માધવ પાર્ક ફિડર વિસ્તારમાં વીજકાપ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • સવારે 7 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી વીજકાપ રહેશે

શહેરના ગોત્રી સબડિવિઝનના ગેરી ફિડરના વિસ્તારોમાં મેઇન્ટેન્સની કામગીરીને કારણે આવતીકાલ સોમવારે સવારે 7 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી અને ટી.બી.હોસ્પિટલ ફિડરમાં આગામી બુધવારે સવારે 7 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

સવારે 7 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી વીજકાપ
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર આવતીકાલ સોમવાર સવારે શહેરના ગોત્રી સબડિવિઝનના ગેરી ફિડરના શિવાંજલી, ગેરી કમ્પાઉન્ડ, અવની રેસીડન્સી, અંબર રેસીડન્સી, કેનત પાર્ક, સોનલ પાર્ક, વ્રજાંગણ, શૈશવ કોલોની, બંસલ મોલ, ગોકુલ પાર્ટી પ્લોટ તથા આજુબાજુના વિસ્તાર, ઓલીન ત્રેસ, તુલીપ 37 અને તારાસન્સ હોટલ વિસ્તારમાં સવારે 7 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

આ વિસ્તારોમાં પણ વીજકાપ રહેશે
જ્યારે ગોત્રી સબડિવિઝનના ટી.બી. હોસ્પિટલ ફિડરમાં બુધવારે નર્મદા ગેસ્ટ હાઉસ, સેન્ટ્રલ એક્સાઇઝ, ઇન્દ્રપ્રસ્થ, માર્બલ આર્ક, સેવક નગર, ગૌતમ નગર, કલ્પના સોસાયટી, દ્રારિકા સોસાયટી, કેપી પ્લેટીના તેમજ આજુબાજુનો વિસ્તાર. જ્યારે ગોરવા સબડિવિઝનના માધવ પાર્ક ફિડરમાં પાર્થ કોમ્પલેક્ષ, દ્રારકેશ કેમ્પલેક્ષ, મુંજાલ પાર્ક, વ્રજભૂમિ, સુરભી સોસાયટી, બાલાજી સોસાયટી, જલારામ નગરમાં સવારે 7 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

અન્ય સમાચારો પણ છે...