• Home
  • Local
  • Gujarat
  • Vadodara
  • Gotri police take custody of Prashant, accused in Baglamukhi temple hypocrisy and misdemeanor case, after he attempted suicide

વડોદરા / આત્મહત્યાનો પ્રયાસ કર્યાં બાદ બગલામુખી મંદિરના પાખંડી અને દુષ્કર્મ કેસના આરોપી પ્રશાંતને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતા ગોત્રી પોલીસે કસ્ટડી લીધી

Gotri police take custody of Prashant, accused in Baglamukhi temple hypocrisy and misdemeanor case, after he attempted suicide
X
Gotri police take custody of Prashant, accused in Baglamukhi temple hypocrisy and misdemeanor case, after he attempted suicide

  • પ્રશાંતે આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા સાતથી આઠ પાનાની ચિઠ્ઠી લખી હોવાની વાત પણ સામે આવી હતી

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 03:10 PM IST

વડોદરા. વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી અને દુષ્કર્મ કેસના આરોપી પ્રશાંત ઉપાધ્યાયે ઊંધની ગોળીઓ ખાઇને આપઘાતના પ્રયાસ બાદ આજે હોસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જ કરાયો હતો. ગોત્રી પોલીસે તુરંત જ પ્રશાંતની કસ્ટડી લીધી હતી. 
14 મેના રોજ જામીન પૂર્ણ થતાં ઊંઘની ગોળીઓ ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
ઠગાઇ અને દુષ્કર્મના ગુનામાં જેલમાં ગયેલા બગલામુખી મંદિરના ઠગ પ્રશાંત ઉપાધ્યાયે હાઇકોર્ટમાંથી ૧૪ દિવસના પેરોલ મેળવ્યા હતા. જેની મુદત 14 મે ગુરૂવારે પુરી થતી હોવાથી બપોરે 4 વાગ્યા સુધીમાં તેણે જેલમાં હાજર થવાનું હતું. જે પહેલા જ પાખંડી પ્રશાંતે ગોત્રી-વાસણા રોડ ખાતે દયાનંદપાર્કના આશ્રમમાં ઊંઘની ગોળીઓ લઈ લીધી હતી. સવારે તે નહીં ઉઠતા પરિવારજનોને શંકા પડી હતી અને અંતે તને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આત્મહત્યાના પ્રયાસ અંગેની તાપસ ગોત્રી પોલીસે હાથ ધરી હતી. પરંતુ પ્રશાંત હોસ્પિટલમાં ICU માં હોવાથી પોલીસ પાખંડી પ્રશાંતનું નિવેદન લઇ શકી ન હતી. પોલીસે હોસ્પિટલમાં તબીબ પાસે નિવેદન લેવાની સંમતિ માંગી હતી. પણ સંમતિ ન મળતા આજે પ્રશાંતને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા જ ગોત્રી પોલીસે તેની કસ્ટડી લીધી હતી.
પ્રશાંત ઉપાધ્યાયના આત્મહત્યાના પ્રયાસ મામલે પોલીસ તપાસ કરશે
પ્રશાંતે આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા સાત-આઠ પાનાની ચિઠ્ઠી લખી હોવાની વાત પણ સામે આવી હતી. જે અંગે પણ પોલીસ તપાસ હાથ ધરશે. સાથે સાથે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે નિવેદન મેળવીને પાખંડી પ્રશાંતને તપાસ પૂર્ણ થયા બાદ સેન્ટ્રલ જેલના હવાલે કરવામાં આવશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી