દારૂની મહેફીલ:વડોદરાના દિવાળીપુરા ગાર્ડન સામે દારૂની મહેફિલ માણતા ચાર નબીરાઓને ગોત્રી પોલીસે ઝડપી પાડ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દીવાળીપુરા  ગાર્ડન પાસે દારૂની મહેફીલ માણતા ઝડપાયા - Divya Bhaskar
દીવાળીપુરા ગાર્ડન પાસે દારૂની મહેફીલ માણતા ઝડપાયા
  • ચાર મોબાઇલ ફોન સહિત રૂપિયા રૂપિયા 20,050નો મુદ્દામાલ કબજે

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ ગોત્રી પોલીસ મથકના જવાનો હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે ચોક્કસ માહિતીના આધારે દિવાળીપુરા ગાર્ડનની સામે જાહેરમાં દારૂની મહેફિલ માણતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ બનાવ અંગે ગોત્રી પોલીસે ચાર યુવાનો સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વરસાદી માહોલમાં 4 યુવાનો દારૂની મહેફીલ માણી રહ્યા હતા
વડોદરા શહેરમાં જામેલા ચોમાસાની ઋતુમાં દારૂની પાર્ટીઓનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે શહેરના ગોત્રી વિસ્તારમાં ગાર્ડન પાસે જાહેરમાં દારૂની મહેફીલ માણી રહેલા ચાર નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે, ગોત્રી ગાર્ડન પાસે ચાર યુવાનો જાહેરમાં દારૂની મહેફીલ માણી રહી છે. પોલીસ માહિતીના આધારે સ્થળ પર પહોંચી ગઇ હતી. અને વરસાદી માહોલમાં દારૂની મહેફીલ માણી રહેલા ચાર યુવાનોને ઝડપી પાડ્યા હતા.

પોલીસને ચાર યુવાનો પાસેથી એક દારૂની બોટલ મળી આવી
પોલીસે ઝડપી પાડેલા ચાર યુવાનોમાં અંકુર દિલીપભાઈ ભાટુ ( રહે - ખંડેરાવપાર્ક સોસાયટી, ગદાપુરા ), દેવેન્દ્રસિંહ વિનુભાઈ સોલંકી ( રહે - યોગેશ્વરકૃપા સોસાયટી, વાસણા પેટ્રોલપંપની પાછળ ), પરાગ ધર્મેશભાઈ પરમાર ( રહે - શંકરબાગ સોસાયટી, દિવાળીપુરા ) અને કરણ ઇન્દ્રવદનભાઈ ગાંધી ( રહે - નિધિપાર્ક સોસાયટી , દિવાળીપુરા ) નો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની એક બોટલ 4 મોબાઈલ ફોન સહિત રૂપિયા 20,050 નો મુદ્દામાલ કબજે કરી તમામની પ્રોહીબિશન એકટ હેઠળ અટકાયત કરી હતી. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મુકી હતી.

અન્ય સમાચારો પણ છે...