ડેવલપમેન્ટનો ડોઝ:ગોત્રી હોસ્પિટલ વિકાસની તક ચૂકી ગઈ પ્રોજેક્ટની કવાયત કરી, પણ રજૂ ન થયો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 250 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રોજેક્ટ માટે આદેશ અપાયા હતા​​​​​​​

રાજ્ય સરકારે સયાજીના વિકાસ માટે 2 પ્રોજેક્ટ મંજૂર કરી 53 કરોડ ફાળવ્યા છે. બીજી તરફ ગોત્રી હોસ્પિટલના સત્તાધીશો વિકાસની તક ચૂકી ગયાનું જાણવા મળ્યું છે. ગોત્રી હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા પ્રોજેક્ટ તૈયાર કરવા ગાંધીનગરથી મંજૂરી મેળવી પીઆઇયુ વિભાગને જાણ કરાઈ હતી, પણ પ્રોજેક્ટ તૈયાર થાય ને રજૂ થાય તે પહેલાં સરકારની જાહેરાત આવી ગઈ. ગોત્રી હોસ્પિટલ પરિસરમાં કોરોના સમયે ડોમ બનાવાયો હતો ત્યાં બિલ્ડિંગ અને ડેવલપમેન્ટ માટે જગ્યા છે.

ઉપરાંત ઈએસઆઈ હોસ્પિટલની 7 એકર જગ્યા ખાલી છે. જ્યાં 250 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે પ્રોજેક્ટ તૈયાર કરવા આદેશ અપાયા હતા. ગોત્રી મેડિકલ કોલેજના ડીને જગ્યા પસંદ કરી બાંધકામ વિભાગને જાણ કરી હતી. કિડની-નેફ્રોલોજીને લગતા તબીબ સેવા આપે છે. પોસ્ટ ગ્રેજ્યુએશનની સુવિધા છે ત્યારે સરકાર મંજૂરી આપશે તેવી આશાએ પ્રોજેક્ટ રજૂ કરવા કવાયત હાથ ધરાઈ છે.

હોસ્ટેલ-ઈમર્જન્સી બિલ્ડિંગની માગ ન સ્વીકારાઇ
ગોત્રી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.વિશાલા પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન જ્યાં ડોમ બનાવ્યો હતો ત્યાં અમે ઇમર્જન્સી બિલ્ડિંગ બનાવવા માટે તેમજ હોસ્ટેલ બિલ્ડિંગ માટે રજૂઆત કરી હતી, પરંતુ તે મંજૂર થઈ નથી.

અમે મોડા પડ્યા, 2 વર્ષ પછી મળશે
સુપર સ્પે. હોસ્પિટલના પ્રોજેક્ટ માટે સૂચન હતું. ગાંધીનગરથી સીઇઓની મંજૂરી મળી હતી. પ્રોજેક્ટ મૂકીએ તે પૂર્વે બજેટમાં રજૂઆત થઈ.શક્ય છે કે 2 વર્ષ બાદ નંબર લાગે. અમે મોડા પડ્યા. મને આવે 3 માસ થયા છે. > ડો.મયૂર અડાલજા, ડીન, ગોત્રી કોલેજ

અન્ય સમાચારો પણ છે...