લાઈનો બદલવાની કવાયત:ગોરવા, વારસિયાની જૂની ડ્રેનેજ લાઇન બદલવાનું મુહૂર્ત નીકળ્યું

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા રૂા. 9.31 કરોડના ખર્ચે નવી લાઇન નાખશે
  • ​​​​​​​ગોરવા​​​​​​​ ખાતે 2 વર્ષમાં લાઇનોમાં 5 મોટાં ભંગાણ પડ્યાં

પાલિકાએ શહેરમાં વર્ષો જૂની ડ્રેનેજની લાઈનો બદલવા માટેની કવાયત હાથ ધરી છે. પાલિકા રૂ. 9.31 કરોડના ખર્ચે ડ્રેનેજનું નવું નેટવર્ક ઊભું કરનાર છે. જેમાં કરોડિયા રોડથી ગોરવા અને કૂતરા વાડી વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે.

શહેરના કરોળીયા રોડ મધુનગર ચાર રસ્તાથી ગોરવા બાપુની દરગાહ જંકશન સુધીના 24 મીટરના રોડ પર વર્ષો જૂની લાઈન છે. છેલ્લા બે વર્ષમાં આ લાઈન પર 5 મોટા ભંગાણ પડવાના કારણે ડ્રેનેજ પાણીની ભારે સમસ્યા ઉદ્દભવી છે. ત્યારે ગોરવા રોડ બાપુની દરગાહ તરફના ભાગેથી મધુનગર ચાર રસ્તા સુધીની લંબાઈમાં 600 મીમી ડાયામીટરની લાઈન મેન્યુઅલ પદ્ધતિથી નાખવામાં આવશે. જેનો રૂ. 7.25 કરોડનો ખર્ચ થશે. જે કામ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવતા તેને મંજુર કરવામાં આવી છે.

બીજી તરફ પૂર્વ ઝોનમાં કુતરાવાડી કાંસથી ઝાલા કમ્પાઉન્ડ એપીએસ તરફ નવી ડ્રેનેજ લાઈન રૂ. 2.06 કરોડના ખર્ચે નાખવાનું કામ સ્થાયી સમિતિમાં આવ્યું હતું. વર્ષો જૂની લાઈનના મેન હોલ ઘણા સ્થળે તૂટેલા છે, લાઈનો બંધ છે.

અન્ય સમાચારો પણ છે...