રાજકારણ:ગોરવાના રહીશોનો વિરોધ, રાજેશ આયરેને ખોટા ચીતર્યા

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોરવાના ઘનશ્યામ પાર્કના પ્રમુખ-મંત્રીની પ્રદેશ પ્રમુખને રજૂઆત
  • વિધાનસભાની ચૂંટણી પૂર્વે સયાજીગંજ બેઠકનું રાજકારણ ગરમાયું

વિધાનસભાની ચૂંટણી પૂર્વે સયાજીગંજ બેઠકનું રાજકારણ ગરમાયું છે, જેમાં આંતરીક ડખા સપાટી પર આવ્યાં છે. વોર્ડ 9ના પૂર્વ કોર્પોરેટર અને હાલના શહેર ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરેને વોર્ડના જ ત્રણ કોર્પોરેટરો અને વોર્ડની સંગઠનની ટીમે ખોટા ચિતરવાનો પ્રયાસ કરાયાની રજૂઆત ગોરવાના રહીશોએ પ્રદેશ પ્રમુખ સમક્ષ કરી છે. જેમાં જણાવ્યું છે કે ધારાસભ્ય અને વોર્ડના સંગઠને આપ સાથે સાંઠગાંઠ કરી હોય તેમ જણાય છે.

પૂર્વ કોર્પોરેટર અને હાલના ભાજપના વોર્ડ 9ના કારોબારી સભ્યો રાજેશ આયરે ધ્વારા વડોદરાના વિકાસમાં નેતાઓને રસ નથી તેવો ટોણો સ્થાનિક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં માર્યો હતો.જેની સામે વોર્ડ પ્રમુખ સહિતના વોર્ડના સંગઠનના તમામ હોદ્દેદારો તેમજ વોર્ડ 9ના ત્રણ કોર્પોરેટરોએ આ નિવેદન સામે વિરોધ વ્યક્ત કરી રાજેશ આયરે માફી માંગે તેવી માંગ વાળું આવેદન શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યું હતું.

આ વિવાદની વચ્ચે ગોરવા રીફાઈનરી રોડ પર આવેલી ઘનશ્યામ પાર્ક સોસાયટીના પ્રમુખ દિનેશ પટેલ અને મંત્રી ડાહ્યાભાઈ પરમારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ને રજૂઆત મોકલી છે જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજેશ આયરેના પગ ખેંચવા અને કાનભંભેરણીનો પ્રયાસ છે અને અગાઉ બીજેપીની હાર થતી હતી તેના માટે સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્ય નિષ્ક્રિય હોવાનું કારણ છે.

આમ આદમી પાર્ટી સાથે સાંઠગાંઠ કરી ને રાજેશ આયરે ને ખોટી રીતે ચિતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ સાથે તેમણે જણાવ્યું હતું કે રાજેશ આયરેની ભાજપમાં જે ઘર વાપસી થઈ છે તે કે અમુક વિઘ્નસંતોષીઓને ગમ્યું નથી. ભાજપના ધારાસભ્ય દ્વારા 20 વર્ષમાં એક પણ કામ આંખે ઊડીને વળગે તેવું નથી.વિઘ્નસંતોષીઓ આડકતરી રીતે આપની એન્ટ્રી કરાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...