મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ:લાકોદરા પાસેના અકસ્માતમાં ગુડ્સ ટ્રેનનો દરવાજો ગાયબ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
રેલવે અકસ્માતના કારણે રેલવેનો થાંભલો વાંકો વળી ગયો હતો. - Divya Bhaskar
રેલવે અકસ્માતના કારણે રેલવેનો થાંભલો વાંકો વળી ગયો હતો.
  • પોલમાં દરવાજો અથડાતાં 12 ટ્રેનો અટકાવવી પડી હતી
  • તપાસ માટે જુનિયર અધિકારીઓની કમિટીની રચના કરાઈ

કરજણ નજીક લાકોદરા પાસે શુક્રવારે સાંજે 6:30 વાગે ઓવરહેડ વાયર નો થાંભલો વળી જતા ઓવરહેડ વાયર તૂટી પડયો હતો જેથી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી જે સંદર્ભે રેલ્વે દ્વારા વડોદરા ડિવિઝનના જુનિયર લેવલના અધિકારીઓની કમિટી ની રચના કરી છે. જે દુર્ઘટના કેવી રીતે સર્જાય તે અંગે તપાસ કરશે અને અકસ્માત થયો હતો કે નહીં તે અંગેના કારણો પણ સ્પષ્ટ કરશે.બીજી તરફ રેલવે દ્વારા કરચિયાથી દહેજ જઈ રહેલી લોડ ટ્રેનનો દરવાજો મિસિંગ હોવાનુ નોંધ્યું છે. જ્યારે આ ટ્રેન સામાન લઈ જઈ રહી હતી અને ટ્રેનની ચોકસાઈ કોણે કરી હતી તે અંગે રેલવે દ્વારા મૌન સેવાયું છે.

ગુડસનો દરવાજો વીજ પોલમાં ભટકાતા ઓવરહેડ વાયર લટકી પડયો હતો.જેથી અઢી કલાક બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત થયો હતો. સેફટી સુવિધાની વાતો કરતુ રેલવે વિભાગ હજી પણ કમિટીઓની તપાસના ચક્કરમાં અટવાયેલુ છે.

વળી ગયેલા પોલની જાણ કરનાર ટ્રેનના પાઇલટને એવોર્ડ અપાશે
વડોદરા રેલવે ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે મેમુ ટ્રેન ના ડ્રાઈવર સંજય .એસ. પટેલ ની નજર વળી ગયેલા થાંભલા ઉપર પડી હતી અને તેણે લાકોદરા સ્ટેશન માસ્તરને જાણ કરતા સામેથી આવી રહેલી ગુડ્ઝ ટ્રેન ના ડ્રાઈવર ને જાણ કરી આ ઘટનાની સત્યતા તપાસવામાં આવી હતી. થાંભલો વળી ગયેલો હોવાનું જણાતા પેસેન્જર ટ્રેન અટકાવવામાં આવી હતી સમગ્ર ઘટના અંગે માહિતી આપના ડ્રાઇવર સંજય પટેલનો રેલવે દ્વારા સન્માન કરી એવોર્ડ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...