તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સયાજીગંજમાં જ્વેલરી શોપમાંથી ~10 લાખના સોના-ચાંદીની ચોરી

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
કડકબજારમાં જવેલર્સની દુકાનમાંથી 10 લાખની મતાની ચોરી થઈ હતી. આ ચોરી કરનાર તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. - Divya Bhaskar
કડકબજારમાં જવેલર્સની દુકાનમાંથી 10 લાખની મતાની ચોરી થઈ હતી. આ ચોરી કરનાર તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા.
 • 22 કિલો ચાંદી તેમજ 22 ગ્રામ સોનાના દાગીના ચોરી જનાર તસ્કરો CCTVમાં કેદ
 • તહેવારો ટાણે ગોઠવાયેલી પોલીસની થ્રી લેયરની સુરક્ષાની પોલ ખોલતાં તસ્કરો

તહેવારમાં પોલીસે થ્રી લેયર સુરક્ષા ગોઠવી હોવાનો દાવો કર્યો હતો. જે દાવાની તસ્કરોએ પોલ ખોલી નાખી છે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં બે દિવસ પહેલા તસ્કરો હાથફેરો કરી 22 કિલો જેટલી ચાંદી અને 22 ગ્રામ જેટલા સોનાની ચોરી કરી પોલીસ પેટ્રોલિંગ સામે પડકાર ફેંક્યો હતો. જવેલર્સના માલિકે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

તહેવારોને ધ્યાનમાં રાખી શહેર પોલીસ વિભાગે શહેરીજનો માટે થ્રી લેયરની પોલીસ વ્યવસ્થા ગોઠવી હોવાનો દાવો કર્યો હતો. જો કે તસ્કરોએ શહેરમાં એક પછી એક ચોરીના ગુનાઓ આચરી શહેર પોલીસ સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં સયાજીગંજ પોલીસ મથકથી 100 મીટરના અંતરે આવેલી જ્વેલર્સની દુકાનમાં તસ્કરો ચોરી કરતા પોલીસની નાઈટ પેટ્રોલીંગ સામે સવાલ ઊભા થયા છે. સયાજીગંજના કડકબજારમાં સુરેશભાઈ અગ્રવાલની એસ. કુમાર જ્વેલર્સની દુકાન આવેલી છે.

ગત 13મી તારીખે રાત્રે તેઓની દુકાનમાં તસ્કરોનો હાથફેરો કર્યો હતો. સવારે દુકાને આવીને જોતા દુકાનની જાળી ખુલ્લી હતી અને લોકવાળા હુક કાપી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો. દુકાનમાં રાખેલા જુદા જુદા ડ્રોવરમાંથી તસ્કરોએ 22 કિલો વજનના ચાંદીના દાગીના અને 22 ગ્રામ સોનાના ઘરેણાની ચોરી કરી હોવાનું સપાટી પર આવ્યું હતું. પોલીસે 22 કિલો ચાંદીના રૂ. 8.80 લાખ અને 22 ગ્રામ સોનાના દાગીનાની રૂ.80,000ની કિંમત ગણી કુલ. રૂ.9.60 લાખની ચોરીની ફરિયાદ લીધી હતી.

એસ.કુમાર જવેલર્સમાં લાગેલા સીસીટીવી કેમરમાં તસ્કરો કેદ થયા છે. સીસીટીવી ફુટેજમાં બે તસ્કરો દેખાય છે. જેઓ સવારના ચાર વાગ્યે દુકાનમાં પ્રવેશે છે અને એક પછી એક ડ્રોવર ખોલી ઘરેણાની એકત્ર કરી રહ્યા હોવાનું જણાઇ છે. ટાસ્કરોના હાથમાં એક કટર પણ જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો