ભાસ્કર વિશેષ:આજે વર્ષ 2021નો અંતિમ ગુરૂપુષ્યામૃત યોગ લગ્નસરા માટે સોના-ચાંદીની ધૂમ ખરીદી થશે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોનું-ચાંદી ખરીદવા માટે પુષ્યનક્ષત્ર શુભ પરંતુ લગ્ન પ્રસંગ માટે વર્જીત ગણાય છે

વર્ષ 2021નું અંતિમ અને સંવત 2078માં વર્ષનું પ્રથમ ગુરૂપુષ્યામૃત નક્ષત્ર 25 નવેમ્બરના રોજ પ્રાપ્ત થઈ રહ્યું છે. 27 નક્ષત્રોમાં 8મું નક્ષત્ર પુષ્યનક્ષત્ર અત્યંત શુભ ગણાય છે. 25 નવેમ્બરના રોજ આવતું ગુરૂપુષ્યામૃતના રોજ અમૃત સિધ્ધી અને સર્વાર્થ સિધ્ધિ યોગ પણ સર્જાઈ રહ્યો છે.જેના કારણે સોના-ચાંદી,નવા વાહનો અને પ્રોપર્ટીની ખરીદી કરવી અત્યંત શુભ રહેશે. જોકે બ્રહ્માજીના શ્રાપના કારણે પુષ્ય નક્ષત્ર વિવાહ કાર્ય માટે વર્જીત ગણાય છે. તદ ઉપરાંત બુધવાર અને શુક્રવારના રોજ પુષ્ય નક્ષત્ર હોય તો પણ સોના-ચાંદીની ખરીદી કરવી લાભ દાયક રહેતી નથી.

શાસ્ત્રી નયન જોશીના જણાવ્યા અનુસાર,24 નવેમ્બરના બપોરે 4:30 વાગ્યાથી પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થઈ ગયો છે.જે ગુરૂવારે સાંજે 6:51 મિનિટ સુધી પ્રાપ્ત થાય છે. ગુરૂ ગ્રહ દેવ ગ્રહ છે,પુષ્યનક્ષત્ર નો અર્થ પોષણ કરવું તેવો પણ થાય છે. પુષ્યનક્ષત્રના દેવતા શનિ અને ગુરૂ ગ્રહ મનાય છે. પુષ્ય નક્ષત્ર 27 નક્ષત્રોમાં અત્યંત શુભ નક્ષત્ર મનાય છે. પુષ્ય નક્ષત્ર શુભ નક્ષત્ર હોવા છતા વિવાહ-લગ્ન માટે પુષ્ય-નક્ષત્રનું મુહર્ત લેવામાં આવતું નથી. જોકે હાલ લગ્ન સિઝન ચાલી રહી હોય અને સોના-ચાંદીના ભાવ પણ સ્થિર રહેતા હોવાથી વેપારીઓને પણ ગુરૂ પુષ્યનક્ષત્રના શુભ મુહર્તમાં સોના-ચાંદીની સારી ખરીદી થાય તેવી આશા સેવાઈ રહી છે.

ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતી ખરીદી સમૃદ્ધિ આપનારી હોય છે. આ નક્ષત્રની ધાતુ સોનું છે. બૃહસ્પતિ દેવનો વાર હોવાને કારણે આ યોગમાં લગ્ન માટે સોનું અને ઘરેણાં ખરીદવાથી સમૃદ્ધિ બની રહે છે. વિદ્વાનો પ્રમાણે ગુરુ પુષ્ય યોગમાં વર-કન્યા માટે ઘરેણાં ખરીદવાથી ગુરુ ગ્રહનો શુભ પ્રભાવ રહે છે. પુષ્ય નક્ષત્રમાં રિયલ અસ્ટેટ સાથે જ વાહન, મશીન અને અન્ય સ્થાયી સંપત્તિમાં કરવામાં આવતું રોકાણ લાંબા સમય સુધી ફાયદો આપે છે.

ગુરૂ પુષ્યના મુહૂર્ત
સવારે 6:56 થી 8:18 (શુભ)
બપોરે 11:02 થી 12:24 (ચલ)
12:24 થી 1:46 (લાભ)
1:46 થી 3:08 (અમૃત)
સાંજે 4:30 થી 5:52 (શુભ)

અન્ય સમાચારો પણ છે...