તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાણાં ન ચૂકવનાર ત્રિપુટી ઝડપાઈ:સોનાની વીંટી - મોબાઇલ ખરીદી નાણાં ન ચૂકવનાર ત્રિપુટી પકડાઈ, આજવા રોડ પરના ત્રણ વેપારીઓને ચૂનો ચોપડ્યો હતો

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ઓન લાઇન પેમેન્ટ કર્યાનો મેસેજ કર્યો પણ પૈસા જમા ન કર્યા

વડોદરા શહેરના આજવા રોડ ઉપર જ્વેલર્સ અને મોબાઇલની દુકાનમાંથી ખરીદી કર્યા બાદ ઓનલાઇન એપ્લિકેશનથી પેમેન્ટનો મેસેજ કરી અને નાણાં નહીં ચૂકવનાર ઠગ ત્રિપુટીને બાપોદ પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.વડોદરા શહેર ના આજવા રોડ પર આવેલી સાંઈ જ્વેલર્સ નામની દુકાનમાંથી ત્રિપુટીએ ગત ૨૯મી જાન્યુઆરીએ સોનાની બે નંગ વીંટી ખરીદી હતી. ત્યારબાદ તેઓએ પેટીએમ એકાઉન્ટમાં ઓનલાઈન 16,700નું પેમેન્ટ કર્યા અંગેનો મેસેજ મોકલી આપ્યો હતો. જોકે નાણાં જમા કરાવ્યા નહતા.

આ સિવાય તેઓએ 2જી ફેબ્રુઆરીએ રાજ કમ્યુનિકેશન નામની દુકાનમાં તેમજ મા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાંથી મોબાઈલ ફોન ખરીદી ત્યાં પણ આ જ રીતે પેટીએમ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા રૂપિયા 21,400નું પેમેન્ટ કર્યા અંગેનો મેસેજ મોકલ્યો હતો. પરંતુ તેનાં નાણાં જમા કરાવ્યાં ન હતાં.

જે અંગે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં આ ગુનાની તપાસમાં પોલીસે અકોટા નવી ચાલીમાં રહેતા અજય ખાવડીયા, સંતોષ કાવઠીયા અને આટલાદરા બિલ કેનાલ રોડ પર માર્ક પ્રથમ રિવેરામાં રહેતા હેરીક પંચાલ ઝડપી પાડ્યા હતા. આ સિવાય તેઓનો વધુ એક સાગરીત મુકેશ અશોક પટેલ હોવાનું સપાટી પર આવતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ખરીદેલી ચીજ વસ્તુઓ કબજે લીધી હતી.

પકડાયેલા 3 પૈકીનો એક એસ્ટેટ બ્રોકર છે
ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકી અજય ખાવડીયા એસવાયબીકોમ સુધી ભણેલો છે. તે જૂના પાદરા રોડ પર પેટ્રોલપંપ પર નોકરી કરે છે. સંતોષ કાવઠીયાએ બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે. જ્યારે હેરીક પંચાલે મિકેનિકલ ડિપ્લોમા કર્યું છે અને તે રિયલ એસ્ટેટ બ્રોકર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો