• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Gold Purchases At Vadodaras Sony Bazaar And Showrooms, Gold silver And Diamond Sales Estimated At Rs 90 Crore, Up 50 Per Cent Over Last Year

ધનતેરસ બન્યો ગોલ્ડન ડે:વડોદરાના સોની બજાર અને શો-રૂમમાં ધૂમ ખરીદી, 90 કરોડના સોના-ચાંદી અને ડાયમંડના વેચાણનો અંદાજ, ગત વર્ષ કરતા 50 ટકા વેચાણ વધ્યું

વડોદરાએક મહિનો પહેલા
ધનતેરસના દિવસે શુકનનું સોનું ખરીદવાનો મહિમા છે
  • વડોદરા શહેર-જિલ્લામાં 75 કરોડનું સોનું, 8 કરોડની ચાંદી, 7 કરોડના ડાયમંડના વેચાણનો અંદાજ છે
  • વડોદરાની બજારમાં લોકોનો ખરીદી માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે

કોરોના મહામારી બાદ દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઇ છે. ખાસ કરીને ધનતેરસના દિવસે શુકનનું સોનું ખરીદવાનો મહિમા છે, ત્યારે વડોદરામાં લોકોએ સોના-ચાંદી અને ડાયમંડની ધૂમ ખરીદી કરી હતી. વડોદરા શહેર અને જિલ્લામાં ધનતેરસના દિવસે રૂપિયા 75 કરોડનું સોનું, રૂપિયા 8 કરોડની ચાંદી અને 7 કરોડના ડાયમંડના વેચાણનો અંદાજ છે. આમ ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં ધનતેરસે વધુ સોના-ચાંદીનું વેચાણ થયું છે. સોનું ખરીદવા વડોદરાવાસીઓએ જ્વેલર્સના શો-રૂમ અને સોનીબજારમાં ભીડ જમાવી હતી. ગત વર્ષ કરતા વડોદરામાં સોનાના વેચાણમાં 50 ટકાનો વધારો થયો છે.

70થી 75 કરોડના સોનાના વેચાણની શક્યતા
વડોદરાના જાણીતા ગણદેવીકર જ્વેલર્સના માલિક ગિરીશભાઈ ગણદેવીકરે જણાવ્યું હતું કે, કોરોના મહામારી બાદ આ વર્ષે લોકોએ આ વર્ષે સોનાની ધૂમ ખરીદી કરી છે. રાત સુધીમાં વડોદરામાં સોનું-ચાંદી અને ડાયમંડ મળીને મળીને 90 કરોડ રૂપિયાનું વેચાણ થશે તેમ લાગી રહ્યું છે, જેમાં 70થી 75 કરોડનું સોનુ અને 8 કરોડનું ચાંદી વેચાય એવો અંદાજ છે. ગુરુપુષ્ય નક્ષત્ર કરતાં આજે ધનતેરસમાં વધુ વેચાણ થાય એવું સવારથી ઘરાકી પરથી જણાય છે.

વડોદરા શહેર-જિલ્લામાં 75 કરોડનું સોનું, 8 કરોડની ચાંદી, 7 કરોડના ડાયમંડના વેચાણનો અંદાજ છે
વડોદરા શહેર-જિલ્લામાં 75 કરોડનું સોનું, 8 કરોડની ચાંદી, 7 કરોડના ડાયમંડના વેચાણનો અંદાજ છે

40 ટકા લગડી અને 60 ટકા દાગીનાની ખરીદી થઇ રહી છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ધનતેરસના દિવસે લોકોનો શુકન માટે ચાંદીના સિક્કા, સોનાની ચીજવસ્તુઓ ખરીદવાનો ટ્રેન્ડ હોય છે. મોટા ભાગના લોકો ધનતેરસના દિવસે સોનાની લગડી ખરીદવાનો વધુ આગ્રહ રાખે છે. સવારથી સોનીબજારમાં ઘરાકી હોવાથી વેપારીઓ ખુશ છે. આ વર્ષે નવા સોનાની ખરીદીનો ટ્રેન્ડ વધારે છે. 15થી 20 ટકા લોકો જુનું આપીને નવુ ખરીદી રહ્યા છે. લગ્નની મોસમના કારણે ખરીદી વધારે થઇ રહી છે. આ વર્ષે 40 ટકા લગડી અને 60 ટકા દાગીનાની ખરીદી થઇ રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 50 ટકાનો વધારો થયો છે.

ધનતેરસના દિવસે ઘરાકી સારી છે
ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં આજે ધનતેરસના દિવસે ઘરાકી સારી છે. નાના-મોટા તમામ જ્વેલર્સનાં શોરૂમો અને દુકાનોમાં ગ્રાહકો સોનાની લગડી અને ચાંદીના સિક્કા ખરીદી રહ્યા છે. ધનતેરસના દિવસે શુકનનું સોનું ખરીદવાનો મહિમા હોવાથી લોકો એક હજાર રૂપિયાથી લઇને પોતાની કેપિસિટી પ્રમાણેનું સોનું ખરીદી કરે છે. આજે ધનતેરસના દિવસે લોકો આગામી શરૂ થતા લગ્નસરા માટે પણ સોનું-ચાંદીને ખરીદે છે.

વડોદરાની બજારમાં લોકોનો ખરીદી માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે
વડોદરાની બજારમાં લોકોનો ખરીદી માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે

સોની બજારમાં તેજીનો માહોલ
લાંબા સમય સુધી સોની બજારમાં રહેલી મંદી બાદ હવે જોરદાર તેજી આવી હોય તેમ લાગી રહ્યું છે. લગ્નસરાની ખરીદીની સાથે સાથે લોકો પુષ્યનક્ષત્ર ધનતેરસ અને દિવાળીના દિવસે મુહૂર્ત કરવા માટે પણ સોનુ અથવા ચાંદી ખરીદતા હોય છે. જેના માટે વડોદરાના જ્વેલર્સને ઓર્ડર મળી રહ્યાં હોવાથી સોની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

લોકોનો ખરીદી માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે
બીજી તરફ વડોદરાની બજારમાં લોકોનો ખરીદી માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ચાર દરવાજા, રાવપુરા, નવા બજાર, મંગળ બજાર સહિતની તમામ બજારોમાં સવારથી જ ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી. જેમ જેમ દિવસ જતો હતો તેમ તેમ ખરીદી માટે લોકોની સંખ્યા વધી રહી હતી. સલૂન બ્યુટી પાર્લરમાં વેઈટિંગ છે. ગ્રાહકો ખરીદી બે ગણી કરી રહ્યા હોવાથી કરોડોના વેપારની આશા વેપારીઓ સેવી રહ્યા છે. કાપડ, ફૂટવેર, હોમ ડેકોરેશન, ઈલેક્ટ્રિક- ઈલેક્ટ્રોનિક, ખાણીપીણી સહિતની બજારમાં ડિમાન્ડ નીકળી રહી છે. ખાસ કરીને આ વર્ષે ચાઇના લાઇટિંગએ ભારે ડિમાન્ડ જગાવી છે. તો બીજી તરફ ઓનલાઇન શોપિંગનું ચલણ વધતા તેનું માર્કેટ પણ જોરશોરમાં છે.

લાંબા સમય સુધી સોની બજારમાં રહેલી મંદી બાદ હવે જોરદાર તેજી આવી હોય તેમ લાગી રહ્યું છે
લાંબા સમય સુધી સોની બજારમાં રહેલી મંદી બાદ હવે જોરદાર તેજી આવી હોય તેમ લાગી રહ્યું છે
અન્ય સમાચારો પણ છે...