તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Gold Coins Worth Rs 12.72 Lakh Seized From Gandegate's Hiralal Bandhara Jewelers Seized From CH Jewelers, 4,964 Kg Coins Recovered So Far

કાર્યવાહી:CH જ્વેલર્સમાંથી વગે કરી ગેંડીગેટના હીરાલાલ બંધારા જ્વેલર્સને વેચેલા રૂ.12.72 લાખના સોનાના સિક્કા કબ્જે, અત્યાર સુધીમાં 4.964 કિલો સિક્કા રિકવર થયા

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સીએચ જ્વેલર્સમાંથી મેનેજરે 4 કરોડના સોનાના સિક્કા મેળવી લઇ છેતરપિંડી આચરી હતી. આ બનાવમાં તપાસ કરી રહેલી સયાજીગંજ પોલીસે માંડવીના જવેલર્સ પાસેથી 12.72 લાખની કિંમતના વધુ 256 ગ્રામના સોનાના સિક્કા કબજે કર્યા હતા. અલકાપુરીની સીએચ જ્વેલર્સમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા વિરલ નવીનચંદ્ર સોનીએ બોગસ બિલો બનાવી 4 કરોડના સોનાના સિક્કા મેળવી લઇ ઠગાઇ કરી હોવાનું બહાર આવતાં સયાજીગંજ પોલીસે તપાસ શરૂ કરી હતી. વિરલ સોનીએ છેલ્લાં દોઢ વર્ષમાં 7853 ગ્રામના ચાર કરોડની કિંમતના સિક્કા તેના મિત્ર તરજ દીવાનજીને કમિશનથી વેચી દીધા હતા.

અગાઉ સયાજીગંજ પોલીસે વિરલ સોની અને તરજ દીવાનજીને ઝડપી લઇ પૂછપરછ કરતાં તેણે અલકાપુરીના નવીન જ્વેલર્સના નવીન કાનજીભાઇ સોનીને સિક્કા આપ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ત્યાંથી 150 ગ્રામ સોનાના સિક્કા કબજે કર્યા હતા. દરમિયાન તપાસમાં તરજે માંડવી ગેંડીગેટ રોડ પર આવેલા હીરાલાલ બેચરદાસ બંધારા જ્વેલર્સમાં આપ્યા હોવાનું સામે આવતાં પોલીસે જ્વેલર્સના માલિક માનવ હરીશ બંધારાની પૂછપરછ કરી તેની પાસેથી રૂા. 12.72 લાખની કિંમતના 265 ગ્રામ વજનના સિક્કા કબ્જે લીધા હતા. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પોલીસે રૂા. 2,50,99,200ની કિંમતના 4,964 ગ્રામના 5,229 કોઈન પોલીસે રિકવર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...