તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Gold And Silver Jewelery Worth Rs 1.40 Lakh Stolen From A Closed House Of A Coronary Patient In Gorwa, Vadodara, Rs 70,000 Stolen From The House Of An Infected Woman

રાત્રિ કર્ફ્યૂમાં 3 સ્થળોએ તસ્કરો ત્રાટક્યા:વડોદરાના ગોરવામાં કોરોનાગ્રસ્ત દર્દીના બંધ મકાનમાંથી 1.40 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી, સંક્રમિત મહિલાના મકાનમાંથી 70 હજારની ચોરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સમતા વિસ્તારમાં લગ્ન પ્રસંગના ચાંદલાના 55 હજાર ચોરીને તસ્કર ફરાર

વડોદરા શહેરમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન પણ તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં વધુ ત્રણ સ્થળોએ ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરીને પલાયન થઈ ગયા હોવાના ત્રણ બનાવ પોલીસ મથકના ચોપડે નોંધાયા છે

ગોત્રી રોડ પર બંધ મકાનમાંથી 70 હજારની રોકડ રકમની ચોરી
વડોદરા શહેરના અટલાદરા સનફાર્મા રોડ પર રહેતા સંતોષબેન માહોર ખાનગી કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગોત્રી રોડ ઉપર આવેલા શિવ ટેનામેન્ટમાં રહેતા તેમના માતા-પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી સારવાર માટે 70 હજાર રૂપિયા રોકડા આપી રાખ્યા હતા. દરમિયાન પિતા વતન જતા માતાને દીકરી પોતાના ઘરે લઈ આવી હતી, જેથી ગોત્રી રોડ પર આવેલું મકાન ખાલી હતું. દરમિયાન 5 મેના રોજ બંધ મકાનનો લાભ ઉઠાવી અજાણ્યો તસ્કર ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી કબાટમાં રાખેલા રોકડા 70 હજાર રૂપિયાની ચોરી કરી નાસી છૂટ્યો હોવાનું જાણવા આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, માતા કોરોનાગ્રસ્ત અને દીકરીની પણ તબિયત નાદુરસ્ત હોય ફરિયાદ આપવામાં વિલંબ થયો હતો.

સમતામાં લગ્ન પ્રસંગના ચાંદલાના 55 હજાર ચોરીને તસ્કર ફરાર
બીજા બનાવમાં વડોદરા શહેરના સમતા વિસ્તારના સ્વાતંત્ર્ય સેનાનીનગરમાં રહેતા નારાયણ પિલ્લાઈ નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓ નવા મકાનમાં રહેવા ગયા બાદ સ્વાતંત્ર્ય સેનાનીનગરનું મકાન બંધ હાલતમાં હતું. દરમિયાન જાણવા મળ્યું હતું કે, મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશેલો તસ્કર બેડરૂમમાં રાખેલી 3 ત્રિજોરીના તાળા તોડી લગ્ન પ્રસંગે ચાંદલામાં આવેલી 55000 રૂપિયાની મત્તા ચોરી નાસી છૂટયો હતો. બંને બનાવ સંદર્ભે લક્ષ્મીપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગોરવામાં કોરોનાગ્રસ્ત દર્દીના બંધ મકાનમાંથી 1.40 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી
આ ઉપરાંત વડોદરા શહેરના ગોરવા ગામની પાછળ આવેલી જય સત્યનારાયણ સોસાયટીમાં રહેતા પ્રિતિકાબેન પટેલના પતિ કોરોનાગ્રસ્ત હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે જેથી તેમના પત્ની રિતિકાબેન દિયરના ઘરે રહેતા હતા. દરમિયાન બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સામાન વેરવિખેર કરીને તિજોરીના ખાનામાં પર્સમાં તેમજ અલગ-અલગ ડબ્બા માં મુકેલા પિયા 1.40 લાખ ઉપરાંતની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા 5,000ની ચોરી કરી નાસી છુટ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ સંદર્ભે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...