તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ગોડાઉનના વોચમેનને બંધક બનાવી 13 તાળાં તોડી 3.60 લાખના સ્ક્રેપની ચોરી

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકરપુરામાં કોપરના સ્ક્રેપના ગોડાઉનમાંથી તસ્કરો 900 કિલો કોપર સ્ક્રેપ ચોરી ગયા
  • વોચમેન જ શંકાના ઘેરામાં, પોલીસને થીયરી ગળે ન ઊતરતાં લૂંટના સ્થાને ચોરીનો ગુનો નોંધ્યો

મકરપુરા જીઆઈડીસીમાં કોપરના સ્ક્રેપના ગોડાઉનના 3 દરવાજાના 3 ઈન્ટરલોક સહિત 13 તાળાં તોડીને તસ્કરો રૂા.3.60 લાખનો સ્ક્રેપ ચોરી ગયા છે. આ ઘટના બાદ વોચમેને આપેલા સ્ટેટમેન્ટ અને ચોરીની ઘટના બાદ તેનું લોકેશન અલગ-અલગ આવતાં તે પોલીસના શંકાના ઘેરામાં આવ્યો છે. પોલીસને કોઈ સીસીટીવી ફૂટેજ મળ્યા નથી. અલબત્ત, પોલીસને વોચમેનની થીયરી ગળે ન ઊતરતાં લૂંટના સ્થાને ચોરીનો ગુનો નોંધ્યો હતો.

મકરપુરા જીઆઈડીસીમાં ગોપાલ ટ્રેડિંગ કંપનીના વસંત મદનલાલ શાહ (ઉ.વ.52, પુનમ પાર્ક સોસાયટી, વાઘોડિયા રોડ)ની ફરિયાદ અનુસાર, 27 ઓગસ્ટે વહેલી સવારે 5 વાગે તેમના ગોડાઉનની બાજુમાં આવેલા ક્રિષ્ણા એન્જિનિયરિંગનાં માલિક ધર્મિષ્ઠાબેને વસંત શાહને ફોન કરીને જાણ કરી હતી કે, તેમના ગોડાઉનના શટર તેમજ દરવાજાના નકૂચા તૂટેલા છે. જેથી તેમનો પુત્ર આયુષ પહોંચતાં ગોડાઉનમાં દાખલ થવા પહેલું શટર, ત્યારબાદ લોખંડનો ગેટ અને અંતમાં લોખંડની જાળીનાં 3 ઈન્ટરલોક સહિત 13 તાળાં તસ્કરોએ તોડ્યાં હોવાનું જણાયું હતું. તસ્કરો 3.60 લાખનો 900 કિલો કોપરનો સ્ક્રેપ ચોરી ગયા હતાં. આ ઘટના અંગે વસંત શાહે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

માર મારીને મને દોરીથી બાંધીને બેસાડી દીધો
ગુરુવારે મોડી રાતે 1 વાગે હું લઘુશંકા કરતો હતો ત્યારે 3 વ્યક્તિએ મને ખૂબ માર માર્યા બાદ દોરીથી બાંધીને એક ખૂણામાં બેસાડી દીધો હતો. દીધું હતું.ે > ચંદુભાઈ, વોચમેન

ચોરી થયા બાદ વોચમેનનું લોકેશન અન્ય સ્થળનું મળ્યું
મકરપુરામાં કોપરના વાયરની ચોરી કરવાની એમઓ ધરાવતા આરોપીઓ જેલમાં છે.ચોરી બાદ વોચમેનનું લોકેશન અન્ય સ્થળ પર મળ્યું છે, તપાસ ચાલુ છે. > કે.એમ. છાસિયા, પીઆઈ, માંજલપુર પોલીસ

ગુરુવારે ગોડાઉનની ઉપરના કારખાનામાં નાઈટ શિફ્ટ બંધ હતી
ચોરી થઈ તે દિવસે ગોડાઉનથી 100 મીટર દૂર આવેલા સીસીટીવી શોર્ટસર્કિટના કારણે બંધ હતા. ગોપાલ ટ્રેડિંગ કંપનીના ગોડાઉનની ઉપર નાના કારખાનામાં નાઈટ શિફ્ટ ચાલે છે. જોકે ગુરુવારે આ ચોરી થઈ તે દિવસ પૂરતું આ કારખાનામાં નાઈટ શિફ્ટ બંધ હતી.

વોચમેન જ શા માટે શંકાના દાયરામાં?

  • ઘટના બાદ રાતે 3 વાગે સિક્યુરિટી ગાર્ડ સ્થળથી 500 મીટર દૂર લકી રેસ્ટોરાંમાં બેઠેલો જોવા મળ્યો.
  • તસ્કરોએ વોચમેનના હાથ બાંધી દીધા હતા, તો તે જાતે કેવી રીતે દોરી ખોલી શક્યો.
  • વોચમેનના મોબાઈલમાં ગુરુવાર પહેલાંના બધા ડેટા ડિલીટ થયેલા છે.
  • તસ્કરોએ મોબાઈલ પણ પરત આપ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...