લગ્નની લાલચે દુષ્કર્મ:ગોધરાના યુવાને સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યુ, ગર્ભવતી બનાવીને ગર્ભપાત કરાવ્યો

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફતેગંજ પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર) - Divya Bhaskar
ફતેગંજ પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)
  • દુષ્કર્મ સમયે પીડિતા સગીર હોવાથી પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ
  • યુવતી ખાનગી કંપનીમાં એરીયા મેનેજર તરીકે ફરજ બજાવે છે

ગોધરામાં રહેતા યુવાને વડોદરાની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બંને વચ્ચે મિત્રતા થઇ હતી
ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદની મળેલી માહિતી પ્રમાણે ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં રહેતા ધવલ ભાનુભાઇ પંચાલ વડોદરા શહેરમાં તેના ચાર મિત્રો સાથે રહેતો હતો. જેમાં ધવલના મિત્રની ફ્રેન્ડ પણ અવારનવાર ગૃપમાં આવતી હતી. દરમિયાન, ધવલ અને સગીરા વચ્ચે મિત્રતા થઇ હતી. જે મિત્રતા સમય જતાં પ્રેમમાં પરિણમી હતી અને ત્યાર બાદ 2019માં સગીરાનું અપહરણ કરીને યુવકે કેફી પીણુ પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું અને ગર્ભવતી બનાવી દીધી હતી અને ગર્ભપાત કરાવ્યો હતો.

પોક્સો હેઠળ ગુનો દાખલ
દરમિયાન ધવલે લગ્ન કરવાનો ઇન્કાર કરતાં યુવતીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધવલ એન્જિનિયર થયેલો છે. જ્યારે યુવતી ખાનગી કંપનીમાં એરીયા મેનેજર તરીકે ફરજ બજાવે છે. યુવતીએ ધવલ પંચાલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ હતી. ફતેગંજ પોલીસે ફરિયાદના આધારે ધવલ પંચાલ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...