તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ACB ટ્રેપ:ગોધરા પૂર્વ રેન્જ રાઉન્ડ ફોરેસ્ટર અને બીટગાર્ડ 23,500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

ગોધરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી બીટગાર્ડ ગોવિંદ ચૌધરી - Divya Bhaskar
આરોપી બીટગાર્ડ ગોવિંદ ચૌધરી
  • ફરિયાદીના પથ્થરો ભરેલા ડમ્પર ન રોકવા માટે લાંચ માંગી હતી

ગોધરા પૂર્વ રેન્જના બીટગાર્ડ અને રાઉન્ડ ફોરેસ્ટરને ગોધરા ACBએ 23,500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. બંને સરકારી કર્મચારીએ જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રકને રોકીને લાંચ માંગી હતી.

ફરિયાદીએ લાંચ ન આપવી હોવાથી ગોધરા ACBમાં ફરિયાદ કરી
ફરીયાદી ડમ્પરમાં પથ્થરો ભરીને ફેક્ટરીમાં વેચવાનો વ્યવસાય કરતા હતા. જેથી રાઉન્ડ ફોરેસ્ટરે 3 ડિસેમ્બરે ડમ્પરો રોકીને 60 હજાર રૂપિયાની માંગણી કરી હતી. રકઝક અંતે સ્થળ પર 5 હજાર રૂપિયા લઈ લીધા હતા અને રૂપિયા 30 હજાર રૂપિયા લેવાનો વાયદો કરીને ડમ્પર છોડી દીધા હતા. જોકે, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેઓએ ગોધરા ACB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેના આધારે ગોધરા ACBએ ગોધરા સ્થિત BSNL કચેરી સામે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ગોધરા પૂર્વ રેન્જ રાઉન્ડ ફોરેસ્ટર ગુણવંતસિંહ મંગળસિંહ પરમારે ફરીયાદી સાથે મોબાઇલથી વાતચીત કરી હતી અને પૂર્વ રેન્જના બીટગાર્ડ ગોવિંદ વિરમભાઇ ચૌધરીને લાંચના નાણાં આપી દેવા જણાવ્યું હતું.

ACBનીએ બંને સામે કાર્યવાહી હાથ ધરી
આ દરમિયાન બીટગાર્ડ ગોવિંદ ચૌધરીને ફરીયાદી પાસેથી લાંચના નાણાં 23,500 સ્વીકારતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા અને ગુણવંત પરમારની તપાસ કરતા તે રજા ઉપર હોવાથી બન્નેએ મળીને ગુનો આચર્યો હોવાથી બન્ને વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ ACBના PI આર.આર.દેસાઈ આ કેસની તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો