તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તુલસી વિવાહ:ભગવાને પણ સમય બદલ્યો કર્ફ્યૂ પહેલાં લગ્ન સંપન્ન કરશે, કર્ફ્યૂ શરૂ થતાં પૂર્વે જ ભગવાનને નિજ મંદિરમાં પરત લવાશે

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

283 વર્ષ પૂર્વે નરસિંહજી મંદિર પરિવારને સંતે શાલીગ્રામ સ્વરૂપે ભગવાનને સોંપી કરેલી 3 શરત મુજબ ભગવાનને દેવદિવાળીના દિવસે તુલસીવાડી લઈ જઈ વિવાહ કરવા જરૂરી છે. જેથી ચાલુ વર્ષે પણ ભગવાનને કારમાં તુલસીવાડી લઈ જઈ તુલસી સાથે લગ્ન કરાવી પરંપરાને સાચવશે. જ્યારે રાતે 9 વાગે કર્ફ્યૂ ચાલુ થાય તે પહેલાં ભગવાનને નિજ મંદિરે પરત લવાશે. ઉલ્લેખનિય છે કે, દર વર્ષે ભગવાન રાતે 11 વાગે તુલસીવાડી પહોંચતા હોય છે, અને સવારે 8 વાગે નિજમંદિરે પરત લવાય છે.

નરસિંહજી મંદિર પરિવારે જણાવ્યું કે, દેવદિવાળીએ નરસિંહજીનો 284મો વરઘોડો ચાલુ વર્ષે નહી નીકળે. મંદિરમાં જ પૂજા કરાશે. જે પછી ભગવાનને કારમાં તુલસીવાડી લઈ જઈ તુલસી વિવાહની પરંપરા નિભાવાશે. જોકે આ સમય કયો છે તે પૂજાના પછી નક્કી કરાશે. નરસિંહજી મંદિર પરિવારની 283 વર્ષ પહેલાંની પેઢીના હરજીવનદાસ પરીખને સંતે શાલિગ્રામ આપ્યા હતા. બે શાલિગ્રામ પૈકી ઐક નરસિંહજી અને એક પદ્મનાથજી સ્વરૂપ છે તથા અન્ય નાના નરસિંહજીના મંદિરમાં છે. જે પાલખીમાં પધરાવાય પછી જ પાલખી ઊપડે છે. સંતે 3 શરત કરી હતી. પહેલી દર વર્ષે એકવાર દેવદિવાળીએ ભગવાનને તુલસીવાડી પધરાવી તુલસી લગ્ન, ભોગ ધરાવી આરતી કરવી. બીજી નરસિંહજીના મંદિર માં અખંડ ઘીનો દીવો રાખવો. ત્રીજી ભગવાનને સુખડી ધરાવવી.

અન્ય સમાચારો પણ છે...