મહિલા TDO ઝડપાયા:4.45 લાખની લાંચ કેસમાં પકડાયેલા શહેરાના TDO ઝરીના અંસારીની તસવીરો, મનરેગાના કામના ચેક આપવા લાંચ માગી હતી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસીબીએ મહિલા TDO ચાર લાંચિયા અધિકારીઓને ઝડપી પાડ્યા હતા

પંચમહાલ જિલ્લાના શહેરાના મહિલા TDO ઝરીના વસીમ અંસારી કોન્ટ્રાક્ટર પાસેથી 4.45 લાખ માગવાના લાંચ કેસમાં એસીબીના હાથે ઝડપાઇ ગયા છે. શહેરામાં TDO ઝરીના અંસારીની ગ્લેમરસ તસવીરો આવી છે. ઝરીના અંસારી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે.

કોન્ટ્રાક્ટરના 4.46 કરોડના ચેક મંજૂર થયા હતા
પંચમહાલ જિલ્લાના શહેરામાં સરકારની વિવિધ યોજનામાં કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાક્ટરને એક ટેન્ડર શહેરા પંચમહાલ ખાતેનું મનરેગાનું મળ્યુ હતું. જેમાં તેણે મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના, કૂવાના તથા ચેક વોલના કામ માટે રો-મટિરિયલ સપ્લાય કર્યું હતું. જે પેટે તેને તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતેથી રૂ. 2.75 કરોડ તથા આર.આર.પી યોજના હેઠળ રૂપિયા 1.71 કરોડના બિલના ચેક મંજુર થયા હતા.

મનરેગાના કામના ચેક આપવા કોન્ટ્રાક્ટર પાસે લાંચ માગી
ચેક પાસ કરાવવા આરોપી હેમંત મફતભાઇ પ્રજાપતિ, કિર્તીપાલ ઇન્દ્રસિંહ સોલંકી તથા TDO ઝરીના વસીમ અંસારીએ ફરિયાદી પાસે અગાઉ અલગ રકમ લીધી હતી. હેમંત પ્રજાપતિ તથા કિર્તીપાલ સોલંકીએ ફરિયાદી પાસે વધુ રૂપિયા એક-એક લાખ તથા આરોપી ટીડીઓ ઝરીનાબેને આરોપી રીયાઝ મનસુરી મારફતે રૂા. 2.45 લાખની માગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને આધારે બુધવારે એસીબીએ છટકું ગોઠવી આરોપી હેમંત પ્રજાપતિ, આરોપી કિર્તીપાલ સોલંકી તથા આરોપી રીયાઝ મનસુરીને કોન્ટ્રાકટરની ઓફિસેથી 1-1 લાખની લાંચ સ્વીકારતા ઝડપ્યા હતાં. તથા ટીડીઓ વતી લાંચ લેવા આવેલા રીયાઝ મનસુરીને શંકા જતાં લાંચની રકમ લીધી ન હતી.

પોલીસે ચારેય લાંચિયા અધિકારીઓને ઝડપી પાડ્યા
આરોપી હેમત પ્રજાપતિ અને કિર્તીપાલ સોલકી લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાયા હતા. જ્યારે TDO ઝરીના અન્સારી વતી લાંચ લેવા આવેલા આરોપી રીયાઝ મનસુરીને પણ ઝડપી લીધો હતો. શહેરા ટીડીઓ ઝરીનાબેન વચેટીયા મારફતે લાંચની માગણી કરતાં અમદાવાદ એસીબીના પીએસઆઇ કે.કે.ડીંડોડ તથા સ્ટાફે ટીડીઓને પકડી લીધા હતા. પકડાયેલા ચારેય લાંચિયા અધિકારીઓને ગોધરા એસીબી મથકે લાવી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...