• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Giving Mass Promotion In Std. 10, Now The Problem Of Admission In Std. 11, Even Though The Students Are Ready For The Examination In The University

માસ પ્રમોશનનો માસ પ્રોબ્લેમ:ધો.10માં માસ પ્રમોશન અપાતા હવે ધો.11માં પ્રવેશની સમસ્યા, યુિન.માં પરીક્ષા માટે વિદ્યાર્થીઓ તૈયાર છતાં ન લીધી

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરીક્ષા નહીં લેવાના નિર્ણય બાદ ઊભા થતાં પડકારોથી શિક્ષણ વિભાગની કસોટી

રાજય સરકાર દ્વારા ધોરણ 10 અને કોલેજ-યુનિવર્સિટીમાં માસ પ્રમોશનનો નિર્ણય કર્યો છે. જોકે બંને નિર્ણય સામે વિરોધભાસ ઉભો થયો છે. ધોરણ 10 ના માસ પ્રમોશનના નિર્ણયના કારણે સરકાર પોતે દ્વિધામાં મૂકાઇ ગઇ છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો ધો.11માં સમાવેશ કેવી રીતે કરવો. જેથી સરકાર સ્કૂલોમાં વર્ગો વધરાવા માટેની કવાયત હાથ ધરી છે.

બીજી તરફ એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માસ પ્રમોશનનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી ઓનલાઇન પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને ભય છે કે માસ પ્રમોશનના કારણે તેમનું ભવિષ્ય જોખમાશે. ઓનલાઇન પરીક્ષા લઇ શકાય તેવી સ્થિતી હોવા છતાં માસ પ્રમોશન આપવાના નિર્ણય સામે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...