તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:બોગસ વિઝા-એર ટિકિટ આપી ત્રિપુટીએ 7.50 લાખ પડાવ્યા

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાસ્પર ઇન્ટરનેશનલના સંચાલકોની મારી નાખવા ધમકી
  • કરજણ-કોળિયાદના દંપતી સાથે ઠગાઈ થતાં ગુનો દાખલ

કરજણના કોળીયાદમાં રહેતા દંપતી પાસેથી 7.50લાખ પડાવી ઓસ્ટ્રેલિયાના બોગસ વિઝા અને ખોટી એર ટિકીટ પકડાવી માંજલપુરની કાસ્પર ઇન્ટરનેશનલ ઇમિગ્રેશનની ઠગ ત્રીપુટીએ ઠગાઇ કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.

કરજણ તાલુકાના કોળીયાદ ગામમાં રહેતા રહેતા મિતેષભાઇ ભોગીભાઇ પટેલે માંજલપુર પોલીસ મથકમાં નિમેષ ચંદ્રકાંત પટેલ (રહે. ભગત ફળિયું, ગણપતપુરા, કરજણ), જયમીન ભરતભાઇ વ્યાસ (રહે. આધાર સોસાયટી, કલાદર્શન ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ) અને અલ્પેશ રમણભાઇ ચાવડા (દુર્ગા એન્કલેવ પુષ્પ સોસાયટી સામે, વડસર) સામે ફરિયાદ નોંધાવી હતી કે તેમને અને તેમના પત્નીને 2020માં ઓસ્ટ્રેલિયા જવાનું હતું. જેથી તે જાહેરાત જોઈને માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલ કાસ્પર ઇન્ટરનેશનલ ઇમીગ્રેશનની ઓફિસમાં વિઝા અને ટિકીટના કામ માટે ગયા હતા. જ્યાં મિત્ર અલ્પેશ ચાવડાએ કાસ્પર ઇન્ટરનેશનલ ઇમીગ્રેશનની ઓફિસના માલિક જયમીન વ્યાસ સાથે સંપર્ક કરાવ્યો હતો. જયમીન વ્યાસે મિતેષ પટેલ પાસે ઓસ્ટ્રેલિયાના વિઝા અને ટિકીટ માટે ફાઇલ માંગી હતી.

ફાઇલ જોયા બાદ 7,50,000 ખર્ચ થશે તેમ કહ્યું હતું. દરમિયાન મિતેષ પટેલે અલગ અલગ સમયે 7.50લાખ આપ્યા હતા. ત્યારબાદ તેમને ટિકિટ અને પરમીટ અપાઇ હતી. થોડા દિવસ બાદ અલ્પેશ ચાવડાએ મિતેષ પટેલને ફોન કરીન જણાવ્યું કે, તમારા વિઝા, પરમીટ અને ટિકીટ ખોટા છે. જેથી તેમણે પૈસા પરત માંગી પોલીસ કેસ કરીશ તેમ કહેતાં અલ્પેશે જાનથી મારી નાખવાની ધમકી આપી હવે પછી રૂપિયાની માંગણી કરવા આવશો તો હું તારા ટાંટીયા તોડી નાંખીશ અને તમે નિમેષ પટેલ અને જયમીન વ્યાસને ઓળખતા નથી. તમારા જેવા ઘણા ઉઘરાણી કરે છે.

અન્ય સમાચારો પણ છે...